________________
દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબંધ કરવા મોકલે છે. તેઓ પ્રતિબંધ કરી પાછા ફરતાં ભગવાનનું નિર્વાણ સાંભળી વિલાપ કરતા વૈરાગ્યમાં આવી કેવળ જ્ઞાન પામ્યા. આથી દેવતાએ ગૌતમસ્વામીને કેવળજ્ઞાન મહત્સવ કર્યો. આ રીતે આ પટમાં ત્રણ દશ્ય છે.
આ રંગમંડપમાં બે સમવસરણની રચના કરવામાં આવી છે. સમવસરણમાં રૂપું, તેનું અને રત્નને ક્રમે ગઢ હેય. તેથી અહીં તે તે રંગના આરસના ગઢ બનાવવામાં આવ્યા છે. વળી તે ગઢમાં વાહન, તિર્યંચ અને બાર પર્વદા ક્રમે હેય, માટે અહીં તૈલચિત્રથી તે રીતે બતાવવામાં આવ્યું છે. આ રીતે ભગવાનના સમવસરણની રચનાની સમાનતા આ સમવસરણમાં જાળવી છે.
દહેરાસરના પ્રવેશદ્વારની દક્ષિણ બાજુએથી શરૂ થતી દીવ ઉપરથી તામ્રપત્રના આચારાંગ વિગેરે અંગેની શરૂઆત થાય છે. તે રીતે ફરતી દીવાલે ને તે પછી મંડપના વચલા છ થાંભલાઓ. એમ આ મંડપમાં તામ્રપત્ર આગમનાં અગિયાર અંગાને સમાવેશ કરવામાં આવ્યો છે.
દાદર માળ ઉપર અને ભયરામાં જવા માટે દહેરાસરની બે બાજુના ચેકિયાલામાં દાદર બનાવવામાં આવ્યા છે. તે દાદરના પ્રવેશદ્વારોની ઉપર કમે ઉત્તર તરફ આજ સુરતના શ્રીવર્ધમાન જૈનતામ્ર આગમમંદિર અને દક્ષિણ તરફ શ્રાસિદ્ધાચલજીની તલેટીમાંના આ જ ગુરુમહારાજના ઉપદેશથી બંધાવાયેલા શ્રી વર્ધમાન જૈન આગમમંદિર તથા શ્રીસિદ્ધચક–ગણધર મંદિરને પટ કાતરાવવામાં આવ્યું છે.
ભોંયરુ ભોંયરામાં ત્રેવીસમાં તીર્થકર સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુ તથા અન્ય ભગવંત મળી કુલ ૨૭ પ્રતિમાજી મહારાજ સ્થાપન કરવામાં