________________
કરી અને તે સંસ્થા દ્વારા સુરતમાં શ્રીવર્ધમાન જૈન તામ્રપત્ર આગમ-મંદિર બાંધવામાં આવ્યું. ખાતમુહૂર્ત, પ્રતિષ્ઠા –
આ આગમ-મંદિર (દહેરાસર) બાંધવા માટે સુરતના સુપ્રસિદ્ધ રાવબહાદુર શેઠ નગીનચંદ ઝવેરચંદ ઝવેરીના સુપુત્ર શેઠ ભાગચંદના સુપત્ની રતનબહેને આસરે છે. ૩૦,૦૦] અંકે ત્રીસ હજારની જમીન ભેટ આપી. અને તેના ઉપર આ દહેરાસર બાંધવા માટે સં. ૨૦૦૩ ના ફાગણ વદ ૬ ને દિવસે ખાતમુહૂર્ત કરાવી કામ શરૂ કર્યું. અને નવ માસ જેટલા ટુંક સમયમાં જ આ દહેરાસરનું બાંધકામ પુરૂ કરી સંવત ૨૦૦૪ ના મહા સુદ ૩ ને શુક્રવારે પરમ પૂજ્ય આગમદ્વારક આચાર્યદેવ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના વરદહસ્તે આ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ દહેરાસર બાંધવામાં તથા પાછળથી દીવાલમાં તેનું વિગેરે પુરાવી ડેકેરેશન વિગેરે કરવામાં, તેમજ તામ્રપત્ર ઉપર આગમે તૈયાર કરાવવા વગેરેમાં કુલે લગભગ રૂ. ૫૦૦,૦૦૦ ને, અંકે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થયે છે.
' આ દહેરાસરમાં મુખ્ય દહેરાસર; ભયરૂં તથા મજલે છે. આ ત્રણે જગેએ ત્રણ ત્રણ ગભારાઓ તેમજ ત્રણ રંગમંડપ છે. તેમજ ફરતાં જાળિયાં છે. તેની ઉપર ક્રમે તીર્થકરોની માતાને આપેલાં ચૌદ સ્વને, અષ્ટમંગળ અને અષ્ટપ્રાતિહાર્યો પત્થરમાં કોતરાવવામાં આવ્યા છે.
મુખ્ય-દહેરાસર મુખ્ય દહેરાસરમાં મૂળનાયક ચરમતીર્થાધિપતિ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીજી તથા બીજા અરિહંત ભગવંતે મળી કુલ ૬૩ પ્રતિમાજી મહારાજ બિરાજમાન કરવામાં આવ્યાં છે.