________________
પરિશિષ્ટ-૪
णमोऽत्थु णं समणस्स भगवओ महावीरस्स
સુરત આગમ-મંદિર
શ્રીઆગમ-મંદિર તથા ગુરુ-મંદિરમાં ચીતરેલા તથા કતરેલા પટોની માહિતી માટે જૈને તથા જૈનેતરે ઉત્સુક રહે છે. તેથી તે પટોનું વર્ણન આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે.
પરમ પૂજ્ય ધ્યાનસ્થ ગુરુદેવશ્રી આગમેદ્ધારક આચાર્યદેવશ્રી આનંદસાગરસુરીશ્વરજીએ પિતાનું આખું જીવન જૈનશાસનની સેવામાં વીતાવ્યું હતું અને પોતે પિતાની અથાગ મહેનતથી શુદ્ધ કરેલાં જિનાગને મુદ્રણ કરાવીને, આરસ ઉપર કોતરાવીને અને તામ્રપત્ર ઉપર ઉપસેલા અક્ષરોથી આરૂઢ કરીને ત્રણ પ્રકારે તેને ઉદ્ધાર કર્યો છે, તેમાંના ત્રીજા ઉદ્ધારનું કાર્ય ભાગે સુરતને સાંપડયું.
તે તામ્રપત્ર ઉપર આરૂઢ કરેલા આગમે સુરતમાં એક દહેરાસર બંધાવી તેની દીવાલ ઉપર લગાડવાનું નક્કી થયું. આથી તે માટે તથા અન્ય ધાર્મિક વહીવટ માટે ગુરુદેવશ્રીના ઉપદેશથી એક પેઢી સ્થાપવાનું નક્કી થયું અને પ્રાચતુર્વિધ સંઘે સંવત ૨૦૦૨ ના વૈશાખ સુદ ૧૧ ને સૈનિવારના દિવસે શ્રીઆગમારકસંસ્થાની સ્થાપના