________________
પ૭
મૂળનાયકજી મહારાજ મહાવીર સ્વામી હોવાથી આ રંગમંડપમાં મહાવીર સ્વામીના જીવનનાં ત્રણ તૈલચિત્ર અને પાંચ પાષાણના પટે છે. તે નીચે પ્રમાણેચિવ પહેલું: ચંડકૌશિક-પ્રતિબંધ -
રંગમંડપમાં દહેરાસરજીના મુખ્ય પ્રવેશદ્વારની ઉપર ચંડકૌશિકમિતબેધનું દશ્ય આલેખવામાં આવ્યું છે. આ ચિત્રમાં શ્રમણ ભગઆ મહાવીરસ્વામીને ચંડકૌશિક કરેલા એક ઉપસર્ગને દેખાવ છે. તેમાં ભગવાન મહાવીર કાઉસ્સગ્ય ધ્યાનમાં ઊભેલા છે અને ચંડકૌશિક નાગ પ્રભુ ઉપર દૃષ્ટિજવાલા મૂકે છે. પછી ડંખ દે છે. પણ ભગવાનને તેની અસર થતી નથી, ઊલટું દૂધ જેવું વેત રૂધિર નીકળે છે. તે જોઈ ચંડકૌશિક વિચારમાં પડે છે. ત્યારે ભગવાન કહે છે કે
હે ચંડકૌશિક ! બુઝ બુઝ.” આ વચનથી એ પ્રતિબોધ પામે છે. પછી શમતામાં આવે છે અને આરાધના કરે છે તે જણાવનાર આ દશ્ય છે. ચિત્ર બીજું કે ચંદનબાળા-દાન -
ઉત્તર તરફના પ્રવેશદ્વારની ઉપર આલેખાયેલા આ ચિત્રમાં ચંદનબાળાના દાનને અધિકાર છે. ભગવાન મહાવીરસ્વામીએ કૌશાંબી નગરીમાં અભિગ્રહ ધારણ કર્યો છે. અને પાંચ માસ ને પચ્ચીસ દિવસ વીત્યા બાદ તે અભિગ્રહ પૂર્ણ જોતાં ચંદનબાળાના હાથે અડદના બાકુલા વહેરે છે. પછી ત્યાં પંચ દિવ્ય પ્રગટ થાય છે. તે જણાવનાર આ દશ્ય છે. ચિત્ર ત્રીજું : કીલક-કષણ -
દક્ષિણ તરફના પ્રવેશદ્વારની ઉપર આલેખાયેલા આ ચિત્રમાં ભગવાન મહાવીરના કાનમાંથી કીલક-કર્ષણને અધિકાર છે. ભગવાન મહાવીર વનમાં કાઉસ્સગ ધ્યાને રહ્યા છે. ત્યાં શેવાળ બળદે મૂકીને જાય છે. બળદે પિતાની મેળે વનમાં ચરવા જાય છે. તેથી બળદ ન જોતાં ગોવાળ કાનમાં કીલક (ખીલા) નાખે છે. ગેરીએ આવેલા ભગવાનને શલ્યવાળા