________________
(૩૧) ભગવાનની સૌધર્મેન્દ્ર પ્રદક્ષિણા કરે છે. પ્રભુ પાસે પિતાના અપરાધની સૌધર્મેન્દ્ર ક્ષમા માગે છે. સૌધર્મેન્દ્ર આકાશમાં પાછા જતાં, ભગવાનના પગમાં ચમરે. (ભગવતીસૂત્ર. શ૦ ૩. ઉ૦ ૨.)
(૩૨) બાળકે પાણીમાં કાગળની નાવ તરાવે છે, આ જોઈ અઇ મુત્તા મુનિ (૬ વર્ષે દીક્ષિત) પણ પિતાનું પાતરું તરાવવા મૂકે છે. સાધુઓ વિરપ્રભુની સમક્ષ વાત જણાવે છે. પ્રભુ તે ચરમશરીરી છે. માટે તેની સેવા કરવા જણાવે છે.
(ભગવતીસૂત્ર અભયદેવીયાવૃત્તિ શ૦ ૫. ઉ૦ ૪) (૩૩) કૂણિક રાજા (અજાતશત્ર) રાણી પદ્માવતી, દિવ્યહાર કુંડલા ધારણ કરેલા સેચનક હસ્તિ ઉપર બેઠેલા હલ-વિહલ્લને જુએ છે.
ચેડા મહારાજા પિતાના દેહિ હલ–વિહલ્લ તથા નવ મહિલ નવ લચ્છી રાજાઓ સાથે વિશાલીની રાજસભામાં બેઠેલા છે.
કુણિકની અઠ્ઠમતપની આરાધનાથી પ્રસન્ન થએલ તેના બે મિત્ર ચમેન્દ્ર અને સૌધર્મેન્દ્ર રૂણિકને ચેડા મહારાજાની લડાઈમાં વરૂણ શ્રાવક (વૈશાલી વતી) લડવા જાય છે. તે ઘાયલ થતાં અંતિમ સંલેખના સ્વીકારે છે.
(ભગવતીસૂત્ર. શ૦ ૭. ઉ૦ ૭.) (૩૪) ક્ષત્રિયકુંડ ગ્રામ તરફ વિહાર કરતાં વીરપરમાત્મા. પ્રભુની વાણીથી વૈરાગ્ય પામેલ જમાલીકુમાર માતાપિતા પાસે દીક્ષાની અનુમતિ માગે છે. જમાલીકુમારનો દીક્ષાને વરઘોડે, જમાલી મુનિ ૫૦૦ શિષ્ય સાથે વિહાર કરવાની પ્રભુ પાસે રજા માગે છે. પ્રભુ મૌન રહે છે. ગ્લાન જમાલી શિષ્યને–સંથારો થઈ ગયે? તેમ પૂછે છે. અનાલોચિત પાપકર્મ, ઉસૂત્રભાષી જમાલીનું દેવલોક ગમન.
(ભગવતીસૂત્ર. શ૦ ૯. ઉ૦ ૩૩. અભયદેવીયાવૃત્તિ) (૩૫) હરિતનાગપુર નામનું નગર છે. ત્યાં શિવ નામના રાજા છે. તેની રાણી ધારણા છે. યુવરાજનું નામ શિવભદ્રકુમાર છે. અને સહસામ્રવન નામનું ઉદ્યાન છે. (ભગવતીસૂત્ર અભયદેવીયાવૃત્તિ સં. ૧૧. ઉ૦ ૪.)