________________
ધનવ્યય કરે છે. તેમના તરફથી પારાને દિવસે સર્વ સાધમિકબંધુઓને પારણું કરાવવામાં આવ્યા હતા. અને તપસ્વીઓની યાચિત ભક્તિ કરવામાં આવી હતી. ધનપ્રાપ્તિને આ સદ્વ્યય છે. સમયાનુકૂલ ધનવ્યય કરવાની ઈચ્છા દેખાડનાર બંધુઓ પાલીતાણું ક્ષેત્રમાં થએલી ઉદારતા તથા થયેલ ધનવ્યયનાં વૃત્તાંત સાંભળી ચકિત થઈ જાય તેમ છે. સર્વ રસ્તે ધનવ્યય ઉત્તમ છે. ઇચછાનુસાર ઉત્તમમાગે ધનવ્યય કરનાર સર્વદા પ્રશંસાપાત્ર થાય છે. ધનવ્યય કરવાને ઉપદેશ કરનાર પણ પિતાની પાસેનું ધન નહિં ખર્ચ નાર, મમરવને-મૂછને ત્યાગ નહિ કરનાર કરતાં ધનવ્યય કરી પ્રાપ્ત સંપત્તિને લહાવો લેનાર ઘણે શ્રેષ્ઠ તથા પ્રશંસાને પાત્ર છે. જેમ ઈચ્છાની વૃદ્ધિ થાય તેવી રીતે સમયાનુસાર ધનવ્યય કરવા દરેક બંધને અમે સુચના કરીએ છીએ.
વિક્રમ સંવત ૧૯૭૬