________________
૩૭
અમે પણ અપૂર્વ લાભ થડા થોડા દિવસો ત્યાં રહીને તેવી રીતે મેળવ્યા છે. અમને તે આ ચોથા આરાની અથવા પાંચમા આરાના પ્રથમના ભાગની વાનગી જણાય છે. આ પ્રસંગ સો વર્ષમાં થયેલે સાંભળે નથી અને અમારી દૃષ્ટિએ પણ પડતું નથી. અમે ચતુર્વિધ સંઘને એ અપૂર્વ લાભ લેવા સવિનય પ્રાર્થના કરીએ છીએ.
અમને મળેલા સમાચાર પ્રમાણે પાલીતાણામાં આ પર્વના દિવસે બહુ જ આનંદથી, શાસનની શેભામાં બહુ જ વૃદ્ધિ થાય તેવી રીતે, અનેક જાતની તપસ્યાઓ–પ્રભાવનાઓ સહિત પસાર થયેલા છે. આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજીએ આ ચોમાસાની વાચના પાલીતાણે રાખેલ હેવાથી ઘણું મુનિ મહારાજા અને સાધ્વીજીઓથી આ ક્ષેત્ર નિવાસિત થયેલ છે. વાચનાનું કાર્ય બહુ સુંદર ચાલે છે. વાચનામાં ભગવતીજી અને પન્નવણુછ હાલમાં વંચાય છે. વાચનાને દેખાવ આકર્ષક, આહાદ ઉપજાવે તેવો, પૂર્વના સમયની સ્મૃતિ કરાવે તેવો છે. અનેક મુનિ મહાત્માઓ એકઠા થઈ ચર્ચા કરે છે. આવી રીતે સાધુ સમુદાયના પ્રસંગથી પર્યુષણ ઉપર શ્રાવક બંધુઓની હાજરી સારી સંખ્યામાં પાલીતાણું ક્ષેત્રમાં થયેલ હતી. જેમાસું કરવા ઘણું ગૃહસ્થ આવેલ છે અને પયુંષણ કરવા પણ ઘણું ગૃહસ્થ આવ્યા હતા. આ શુભ પ્રસંગે પાલીતાણે સેના રૂપાને રથ આવતા તેના પ્રવેશમહોત્સવમાં ઘેડિયા પારણું તથા સુપનના ઘી વિગેરેમાં બહુ સારી ઉપજ થઈ હતી. શેઠ નગીનચંદ કપુરચંદ ઝવેરીના ધર્મપત્ની રૂક્ષ્મણીબેન તરફથી કલ્પધરને દિવસે વ્યાખ્યાનમાં રૂપિયાની પ્રભાવના થઈ હતી. અને રૂ. ૧૦૦૧ શ્રી કલ્પસૂત્ર બાબુસાહેબ જીવણલાલજીએ વહેરાવ્યું હતું. તે ઉપરાંત બીજી ઘણું પ્રભાવનાઓ થઈ હતી. તપસ્યા પણ બહુ થઈ હતી. એક ૨૦ સાધ્વીજીએ બે માસના ઉપવાસ કર્યા હતા. તદુપરાંત ૧ પાંત્રીશવાળા, એક માસી, ૧૦૫ પંદર અને તે ઉપરના તથા ૧૭૧ અઠાઈ અને તે ઉપરવાળાઓ, તે પ્રમાણે તપસ્યાઓ થઈ હતી. શેઠ પોપટલાલ ધારશીભાઈ જામનગરવાળા કે જેઓ ચોમાસું કરવા રહેલ છે. અને બહુ ઉદારતાથી