________________
૩૬ તન-મન-ધનથી લાભ લેવા લાયક છે. અમારી તે કાર્યપર અંતઃકરણથી સહાનુભૂતિ છે.
શ્રી પાલીતાણામાં આ શુભ દિવસે પૂજ્ય આચાર્ય શ્રી આનંદસાગર સૂરિજીના સ્વામિત્વ નીચે આગમવાચનાની શરૂઆત થઈ છે. હાલમાં શરૂઆતમાં શ્રી ઘનિયંતિ અને પિંડનિર્યુક્તિની વાચના શરૂ કરવામાં આવી છે. આ બે સૂત્ર પૂર્ણ થયા પછી ચોમાસામાં શ્રી ભગવતીસૂત્રની વાચના થશે. જે લગભગ ચેમાસાના અંત સુધી ચાલશે. આ વાચના સવાર-સાંજ બે વખત લગભગ પાંચ કલાક ચાલે છે. આચાર્ય શ્રી સૂત્ર વાંચે છે. અને વાચનામાં ભાગ લેનારાઓ અંદર અંદર તેનું મનન કરી જાય છે. આ વાચનાને દેખાવ ખાસ જોવા લાયક-આકર્ષણીય છે. વાચનામાં ભાગ લેવા માટે ૫૦ મણિવિજયજી વિગેરે ઘણા ગુણી મુનિમહારાજાઓ પાલીતાણામાં ચોમાસું રહેવાના છે. પાલીતાણામાં ચોમાસામાં આ વખતે મુનિ મહારાજાએ તથા સાધ્વીજીઓની સારી સંખ્યા થશે તેમ અમારું માનવું છે. આ શુભ પ્રસંગને લાભ લેવા, વાચનામાં ભાગ લેવા અને સુપાત્રદાનને લહાવે લેવા શ્રીમંત જૈનબંધુઓ સારી સંખ્યામાં પાલીતાણે ચાતુર્માસ કરવા આવશે અને આ વાચનાને લાભ ઘણે લેવાશે એમ અમને લાગે છે.
હાલમાં શ્રી સિદ્ધાચળ તીર્થે અનેક સાધુ સાધવીઓ ચતુર્માસ રહેલા છે. શ્રીમાન આનંદસાગરસૂરિજી તે સર્વને શ્રી ભગવતીજી અને પ્રજ્ઞાપના આ બંને મહાન સૂની વાચનાને અપ્રતિમ લાભ દરરોજ ચાર કલાક આપે છે. સુત્ત મુનિમહારાજા અને કેટલીક સુજ્ઞ સાદવીઓ તેને અવિચ્છિન્ન લાભ લે છે. શ્રાવક-શ્રાવિકાઓ પણ જેઓ આ અપૂર્વ વાચનાને અને મુનિદાન વિગેરેને લાભ લેવા ત્યા ચાતુર્માસ રહેલા છે. તેઓ વાચના સાંભળવા બેસે સુત્રો શ્રવણ કરવાને જ શ્રાવક્વર્ગને અધિકાર હેવાથી કોઈપણ શ્રાવક-શ્રાવિકા તે સૂતી પ્રતે હાથમાં રાખીને વાંચતા નથી. પરંતુ એકચિતિ શ્રવણ કરે છે. તેમાં પણ છે લાભ મળતું નથી.