________________
અનુયોગદ્વાર સૂત્ર અને શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ટીકા સમેત છપાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તે ચારે સુત્રોના કેટલાક કારમે છપાઈ ગયા છે. તદુપરાંત શ્રી ઉવવાઈસુત્રની પ્રેસપી તૈયાર થઈ ગઈ છે. શ્રી પિંડનિર્યુક્તિની તૈયાર થાય છે. અને બીજા સત્રને માટે પણ તજવીજ શરૂ છે.
આ કાર્યને અંગે આર્થિક સહાય મેળવવાનું પણ શેઠ વેણચંદ સુરચંદના પ્રયાસથી ચાલુ કરવામાં આવેલ છે, અને તેમાં પણ સારી રકમ ભરાયેલી છે આગળ પ્રયત્ન શરૂ છે.
બીજા કાર્યને અંગે શ્રી પાટણ સ્થાન મુકરર કરી ગયા વૈશાખ વદી ૬થી વાચનાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પન્યાસ આનંદસાગરજી વાચના આપે છે અને તેને લાભ ૩૦ મુનિરાજ અને ૧૦ સાધ્વીઓ લે છે. બે ટંક બે બે કલાક વાચના ચાલે છે. સવારમાં શ્રી દશવૈકાલિક હારિભદ્રીય ટીકાની વાચના ચાલતી હતી તે પૂર્ણ થએલ છે. તેથી બપોરે ચાલતી સૂત્રકતાંગસૂત્રની વાચના બંને ટંક ચાલે છે. તે ચતુર્માસ આખરે પૂર્ણ થવા સંભવ છે.
વિ. સં. ૧૯૭૧ ભાદ્રપદ સુદી ૧૦–૧૧ એ બે દિવસે મળેલી મીટીંગમાં આ સમિતિની રીતસરની વ્યસ્વથા માટે એક જનરલ કમીટી નીમવામાં આવી છે. સેક્રેટરીઓ નીમવામાં આવ્યા છે અને સમિતિને લગતા ધારાધોરણ પસાર કરવામાં આવ્યા છે તેની તમામ હકીકત સદરહુ સમિતિ તરફથી છપાઇને પ્રસિદ્ધ થનાર છે.
કાર્ય અતિ ઉત્તમ છે દરેક રીતે સહાય આપવા લાયક છે. પૂર્વકાળે વર્તતી આગમવાચનાની ઉત્તમશેલીનું ભાન થાય છે, તે સાથે આગમની અશુદ્ધપ્રતોને શુદ્ધ કરવા અને એક પ્રત શુદ્ધ થયા પછી તેની જેટલી નકલ છપાવવામાં આવે તેના લેનાર બધાને તે લાભ. મળવાને આ શુભ પ્રસંગ છે, ઉત્તમ છવોએ બંને કાર્યના સંબંધમાં