________________
હY
શ્રી જૈન આગમેદય-સમિતિની સ્થાપના પાટણ વિ. સં. ૧૯૭૧ ભાદ્રપદ સુદી ૧૦-૧૧ શનિ-રવિ
આ અત્યુત્તમ અને ઉપયોગી સંસ્થાની સ્થાપના તે શ્રી ભોયણી તીર્થ પંન્યાસજી શ્રી આનંદસાગરજી, પં૦ મેઘવિજયજી. ૫૦ મણિવિજયજી વિગેરે અનેક મુનિરાજની સંમતિથી તેમની સમક્ષ ગયા માહ સુદી ૧૦મે કરવામાં આવેલી હતી, પરંતુ તેની કમીટી વિગેરેની ચાલુ જમાના પ્રમાણેની વ્યવસ્થા અનેક કારણોથી તરતમાં બની શકી નહોતી તે ભાદ્રપદ સુદી ૧૦-૧૧ એ બે દિવસોએ શ્રી પાટણ મુકામે મળીને કરવામાં આવી છે.
વિ. સં. ૧૯૭૧ માહ સુદ ૧૦ થી સદરહુ સમિતિના કાર્યની શરૂઆત કરવામાં આવેલી છે. સમિતિના મુખ્ય બે કાર્ય નીચે જણાવેલા મુકરર કરવામાં આવેલા છે.
૧. જેનાગ પંચાંગી સમેત મુનિરાજ પાસે શુદ્ધ કરાવીને શ્રેષ્ઠ કાગળ ઉપર સારા ટાઈપથી છપાવવાની ગોઠવણ કરવી.
૨. અનેક મુનિરાજ જૈનાગમની વાચના આગમના બેધવાળા વિદ્વાન મુનિરાજ પાસે લઈ શકે તેવી યેજના કરવી.
ઉપર જણાવેલા બંને કાર્યો પૈકી પ્રથમ કાર્ય પરત્વે પંન્યાસજી આનંદસાગરજીની દેખરેખ નીચે આગની ટીકા સમેત શુદ્ધ પ્રેસ કોપી કરાવવાનું શરૂ કરવામાં આવતાં તેને છપાવવા સારૂ નિર્ણસાગર પ્રેસમાં બંદોબસ્ત કરીને તેને માટે ખાસ એડરથી શ્રેષ્ઠ કાગળે મંગાવીને તે પર છપાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
હાલમાં સમિતિ તરફથી શ્રી આવશયકત્ર હારિભદ્રીય ટીકા સમેત અને શ્રી આયાવાંગસુત્ર શીલાંકરાચાર્યકૃત ટીકાસમેત છપાય છે, અને શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકેદ્વારકંડ તરફથી પ્રા