________________
આગમધરસૂરિ
૨૬૧
પૂજયશ્રી આગદ્ધારકશ્રીના ભૌતિક ચૂલદેહને શ્રી યંતિલાલભાઇ વખારીયાએ આંસુ ટપકતે નયને, ખિન્નવદને અગ્નિસંરકાર કર્યો.
ચંદનચયની મહાજવાલાઓએ આ મહાત્માના ભૌતિક સ્થલશરીરની ભસ્મ બનાવી દીધી, ઉદાસનયને સૌ વિખરાયા.
ઉપાશ્રયમાં પૂઆગમ દ્વારકશ્રીજીને પધર આચાર્ય દેવશ્રી માણિક્યસાગરસૂરિજી મહારાજની પુણ્યનિશ્રામાં દેવવંદન કરવામાં આવ્યા, ત્યારબાદ ગુણાનુવાદ કરી સૈ વિખરાયા.
અગ્નિદાહ સ્થળે જનારાઓ સ્નાન કરી ઉપાશ્રયે આવ્યા, તેમને મંગળક સંભળાવવામાં આવ્યું.
ગુરૂમંદિર પૂ આગમ દ્વારકશ્રીના ભૌતિક રથલદેહને જે રથળે અગ્નિસંરકાર કરવામાં આવ્યું હતું. ત્યાં પૂજ્યશ્રીની કાયમી સ્મૃતિ રહે તેવા ભાવથી સુંદર ગુરૂમંદિર બાંધવામાં આવ્યું. આજે એ ગુરૂમંદિર પૂજ્યશ્રીની પુણ્યસ્મૃતિ કરાવે છે. અને કહે છે કે–આવા આગમ દ્વારકશ્રી દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ પછી કઈ થયા નથી અને હવે પછી ક્યારે થશે તે જ્ઞાની જાણે. - પૂજ્ય આગોદ્ધારકી ગયા પણ સ્થાયી અધ્યાત્મભરી સુવાસ મૂકતા ગયા.
વંદન છે એ બહુશ્રુત મહાત્માના ચરણારવિંદે,
--