________________
૨૫૦.
આગમધરસૂરિ
બની ગઈ હતી. જીવન અને મરણ આ મહાત્માને મન સરખા હતા. શરીરને પડછાયે કદી કોઈને દુખ આપતે નથી તેમ આ મહાત્માને મરણ એ જીવનના પડછાયા જેવું દિશતું હતું. તેથી એ દુઃખ ક્યાંથી આપે !
મહાવ્યાધિ વાયુને વ્યાધિ વ્યથા ઊભી કરવામાં કમીના રાખતા ન હતો. પરંતુ આ મહાત્મા એની સામે બરાબર ઝઝુમતા જે મહાત્મા જીવનભર શાસનની સુરક્ષા ખાતર અનેકેની સામે ઝઝુમ્યા હતા. તે આવા ભૌતિક કર્મ–જન્ય વ્યાધિ સામે ઝઝુમતા ખચકાય ?
બીજા કાર્યોથી નિવૃત્તિ લીધી. પણ જ્ઞાન અને ધ્યાનથી નિવૃત્તિ નથી લીધી. અરે ! જ્ઞાનધ્યાનમાં તે વધુ જાગૃત
અને તત્પર બન્યા, જુના ગ્રંથાને રવાધ્યાય અને નવા ગ્રંથની રચના હજુએ અવિરત ચાલુ હતી.
આરાધના અને ભાવના બીમારીના બીછાને પણ આરાધના સુંદર કરતા, એવી વ્યાધિમય દશામાં પણ આ મહાપુરૂષવરે “આરાધના માર્ગ ગ્રંથ બનાવે છે. જીવનની ચરમદશામાં પણ આરાધનાની ઉત્તમ લક્ષથી વિચલિત થયા નથી. | સર્વ દેવોથી પૂજાયેલા, ને ઈષ્ટ સ્વરૂપવાળા-વીતરાગ સ્વરૂપવાળા તે દેવ જિનેશ્વર જ છે.