________________
આગમધરસૂરિ
૨૪૭ બહુશ્રુત પૂજય આગમોદ્ધારકશ્રી ઉપર સૂરતીઓની શ્રદ્ધા, ભક્તિ અને લાગણીનું પૂછવું જ શું ? સૂરત શહેરના કેટલાક પુણ્યવંત શ્રાવકે પિતાના તન મન ધન એમના ચરણે ધરી દેવામાં પોતાનું અહેભાગ્ય માનતા હતા. અરે ! થડા સમય પહેલા જ પૂજ્યશ્રીના પ્રતાપે જિનધર્મ પામેલા ક્ષત્રીયકૂલભૂષણ જેકીશનદાસ વખારીયા વિગેરે પણ પિતાના ધર્મદાતા ગુરૂદેવના ચરણે સર્વરવ છાવર કરી દે તેવી પુણ્યવતી ભાવના ધરાવતી વ્યક્તિઓ હતી.
તામ્રપત્ર આગમમંદિરની ઐતિહાસિક પ્રતિષ્ઠા પછી સૂરત સંઘના અત્યંત આગ્રહના કારણે જંઘાબલ-શરીરબલ પણ દિવસે દિવસે ક્ષીણ થતું હોવાના કારણે તેમજ ક્ષેત્ર પર્શના સુરતની બલવાન હેવાના કારણે પૂજ્યશ્રીએ સુરતમાં સ્થિરવાસ કર્યો.
જે પોતે પ્રકાશવાળો છે તે જ બીજાને પ્રકાશ કરવાને લાયક થાય છે.