________________
૧૪૬
આગમધરસૂરિ
કુટુંબે આ તામ્રપત્ર આગમમંદિરમાં ધનને સુંદર સદ્વ્યય આત્મકલ્યાણ અર્થે કર્યો હતે.
સુરતના ઈતિહાસમાં વીર સંવત ૨૪૭૪નું વર્ષ અને મહા સુદ ત્રીજને દિવસ સુવર્ણાક્ષરે લખાઈ ગયા છે. એ દિનની વર્ષગાંઠ ઉજવાય છે. અને પ્રતિવર્ષે પૂજ્યશ્રીના પ્રખર અનુરાગી કસ્તુચંદ ઝવેરચંદ ચોકસીના સુપુત્ર મોતીચંદભાઈ તથા પુત્રવધુ જસવંતીબેન તરફથી બૃહદ શાંતિસ્નાત્ર ભણાવવામાં આવે છે. '
સાંપ્રત સમયે સૂરતના સુમધ્યભાગે, ગુર્જર દેશની શાન વધારતું, જિનશાસનની જયપતાકા ફરકાવતું, પૂજય આગ મોદ્વારકશ્રીની અદ્વિતીય જ્ઞાનશક્તિના અડિખમ નયનરમ્ય
સ્મારક સમું, અલૈકિક તામ્રપત્ર આગમમંદિર ગૌરવગાથાનું નિર્મલ દિવ્ય સંગીત રેલાવી રહ્યું છે.
સ્થિરતા શાસ્ત્રોમાં વાંચવામાં આવે છે કે “ક્ષીણ જ ધાબળ થાય ત્યારે અર્થાત્ વિહારની શક્તિ નષ્ટ થાય ત્યારે સાધુ ભગવંતે થિરવાસ કરી શકે છેપરંતુ રિથરવાસમાં સ્થાનીક સંધની શ્રદ્ધા, ભક્તિ અને લાગણને વિચાર કરવો જોઈએ, ઉમ અને અભાવ જણાય તે એ સ્થળે ન રહેવું જોઈએ, * આત્માને દેદીપ્યમાન કરૌને માટે જિનેશ્વર મહારાજથી બીજો hઈ સમર્થ નથી.