________________
૨૪૩
આગમધરસૂરિ
૨૪૩ પ્રારંભ અને પૂર્ણાહુતિ એક સુપ્રભાતે મંગળમય વાતાવરણમાં ભૂમિખનન કાર્ય થયું પછી ભૂમિશોધન અને શિલાસ્થાપનવિધિઓ થઈ. શિલ્પીઓ, કારીગરે, શતાધિક શ્રમજીવીઓ, આ તામ્રપત્ર આગમમંદિરના નવ નિર્માણ કામમાં તન-મનથી લાગી ગયા.
બસે સીત્તેર દિવસમાં પીસ્તાલીશ આગમોથી યુક્ત પીસ્તાલીશ ગવાક્ષમંડિત પિસ્તાલીશ સોપાનથી સુશોભિત, પીસ્તાલીશ અંગુલપ્રમાણ મૂળનાયક દેવાધિદેવશ્રી મહાવીર ભગવંતથી અધિષ્ઠિત બીજા અનેક ધવલ અને શ્યામ પ્રતિમા સમૂહથી રાજીત દેવવિમાન જેવું આ મંદિર જોઈ ભલભલા આશ્ચર્ય વિભેર બની ગયા.
હજુ કાલે તે આપણે મંદિર બનાવવાની વાત સાંભળતા હતા. આજે તે ત્રણ મંજીલ ઉચું દેવભુવન જેવું સાક્ષાત મંદિર જોઈ રહ્યા છીએ. આ ચમત્કાર નહિ તે શું?
બાજીપુરામાં પ્રતિષ્ઠા - બાજીપુરા સુરતથી પાંત્રીસ માઈલ દૂર પૂર્વમાં આવેલું નાનકડું પણ રળિયામણું ગામ છે. શ્રી સંઘે નાનકડું
જેમ મનુષ્યમાં પૂર્વભવના સંસ્કાર હેતે છતે નહિ જાણેલા ગુણો ઉપર પણ પ્રેમ થાય છે, તેમ પૂર્વભવના સંસ્કારથી અરિહંત મહારાજના માર્ગમાં બેધની પ્રાપ્તિ થાય છે.