________________
માગમધરસૂરિ
વચનસિદ્ધિ
આ સમયે પુ॰ આગમાËારકશ્રી સાત દાયકા વટાવી આઠમા દાયકામાં આવી પહેાંચ્યા હતા. પૂજ્યશ્રી સૂરતમાં ચાતુર્માસ હતા સુરત તે પૂર્વ સાગરજીમહારાજના નામ ઉપર ઘેલું ઘેલું થઈ જતું. પદિવસની ભરપૂર વ્યાખ્યાનસભામાં તામ્રપત્ર આગમમદિરના નવનિર્માણની વાત કરી.
૧૪૨
તનની સુરતી અને મનની ખબસૂરતી શ્રોતાઓની સભાએ આ વાતને ભાવભરી રીતે વધાવી લીધી સ્વાતિનક્ષત્રના જલબિંદુએથી છીપના ઉદરમાં શુદ્ધ મેાતી બને છે. અને આગમાદ્વારકશ્રીની વાણીથી સુરતના ઉદરમાં મધ્ય ભાગમાં તામ્રપત્ર આગમમદિર બને છે.
રાજકીય દૃષ્ટિએ આ દિવસેા કટાકટીના હતા. વિશ્વમાં યુદ્ધની મહુાવાલાએ લબકારા લેતી હતી. એ મહાજવાલાએ અનેકને ભરડામાં લીધા હતા. એ યુદ્ધને બીજું વિશ્વયુદ્ધ કહેવામાં આવતું હતું. જીવન જરૂરીઆતની ચીજો મેાંધી અને અલભ્ય બની હતી. છતાં પુણ્યપુરૂષ પૂજ્ય આગમ દ્ધારકશ્રીના પુણ્યપ્રતાપે એ બાહ્ય વિઘ્ન વિઘ્ન ન કરી શકયા.
હે વીતરાગ ! તમારી શ્રુત-આગમનાં વચના શ્રદ્ધાથી ગમ્યજાણુવા યાગ્ય છે અને નયવાદો બુદ્ધિમાન પુરુષોથી જાણી શકાય તેવા છે, પરંતુ તમારી મૂર્તિ તો બાળકને પણ સારી રીતે ખેધ કરનારી છે.