________________
૨૩૮
આગમધરસરિ દેહને સીત્તેરમાં વર્ષમાં પ્રવેશ થઈ ચૂક્યો હતો. આ મહાત્મા જ્ઞાનસ્થવિર, પર્યાયરથવિર, અને વયસ્થવિર બન્યા હતા. દરેક સ્થવિર–પૂર્ણવિર હતા, શાસનના શિરતાજ હતા. પૂજ્યશ્રીની પૂજ્યતાને છાજે અને શાસનની શોભા વધે તેવું મહારવાગત સૂરતી કરવા માગતા હતા. એ માટે આત્મીયતા ભરી તૈયારીઓ થઈ ચૂકી હતી હૈયાઓ હરખથી ઉછળતા હતા. | સ્વાગતયાત્રામાં સૂરતના સેહામણું સીત્તર મહાસાંબેલાં સીત્તેર વાજિંત્રવૃંદ. આ તે બધાજ કુંભરાશી “સ” અક્ષરનું સંમીલન થયું હતું. સાગરજી, સૂરત, સુરવાગત, સીત્તેરની વય, સીતેર સીત્તર સામગ્રીઓને સુંદર સમૂહ, શાસનના શિરતાજની સહામણી શોભાયાત્રા.
ગહેલી કે રત્નાવવી? ડગલે ડગલે ગહુંલી થતી જાય છે. પગલે પગલે પુણ્યવતીઓ પેખતી જાય છે. કોઈ ભાગ્યવંતી શુદ્ધ અખંડ અક્ષત વધાવે છે. તો કઇ પુણ્યવંતી સેનાચાંદી કેરા ફૂલડે વધાવે છે, કઈ કઈ સૌભાગ્યવંતી સાચા મોતીના સમૂહે વધાવે છે.
જે મુનિરાજ જ્ઞાન આદિ ઉપાયથી તમામ પાપના સમૂહને નાશકરીને જ્ઞાન આદિ સકલ લક્ષ્મીઓને પામીને જન્મ, જરા, મરણ આદિ પીડાથી રહિત સ્થાનને પામ્યા કે જે સ્થાન વચનના સમૂહના વિષયવાળું નથી, તેથી હે ચેતન! તેને વિષે તું મતિ કર.'