________________
૨૩૪
આગમસૂરિ આપવી કઠણ છે. ધર્મરાજાએ હાલમાં આગદ્ધારકના શરીરમાં આવી વાસ કર્યો છે, એટલે હાલ એજ ધર્મરાજા ગણાય. સામ અને દામ નીતિ અહિં નિષ્ફળ નિવડશે. દંડનીતિને દમનદિર અહીં કારગત નીવડે તેમ નથી. ભેદનીતિ અપનાવીશું તેજ કાંઈક ફાવટ આવશે.
મનેમને આ નિર્ણય કરી મહરાજ પિતાનાં ગ્ય પાત્ર શોધવા નીકળે. જૈન શ્વેતાંબર કોન્ફરન્સ નામની સંસ્થા ઉપર એની નજર પડી. મહારાજાને લાગ્યું કે આ નામથી ધર્મરાજાના પક્ષની સંસ્થા ગણાય છે. પરંતુ કામ તો મારું જ વર્ષોથી કરતા આવ્યા છે.
આ સંસ્થાને બાળદીક્ષા સાથે અને દેવદ્રવ્ય સાથે બાપે માર્યા વેર જેવું હતું. સાધુઓને ભાંડવા, ઉતારી પાડવા એ એનું પડદા પાછળનું મુખ્ય કાર્ય હતું. જૈન નામનું લેબલ લગાડયું હતું. છતાં જૈનશાસનની પ્રણાલિકાઓ તોડવામાં ગૌરવ માનતી આ સંરથા હતી આ ભાંગફાડી સંસ્થાએ ધર્મરાજશ્રી આગદ્વારકશ્રી સામે જેહાદ ઉપાડી કારણકે ધર્મરાજશ્રી આગમ દ્વારકશ્રીજી શાસ્ત્રીય રૂઢીઓને ચુત વળગી રહેતા હતા.
આરાધના કરવામાં બહુ કે અલ્પ પર્યાય કારણ નથી, કિંતુ ઉત્તમ દર્શન આદિની પ્રાપ્તિ તે જ કારણ છે. તે માટે હે ભવ્ય! તું પ્રથમ દર્શન આદિમાં પ્રયત્ન કર !