________________
આગમધરસૂરિ
૨૩૩
હતા. તેથી મોહરાજા પણ ગુપ્તરૂપે અહીં આવી વચ્ચે હતું. અને ધર્મરાજનું માહાઓ ખંડિત કરવા સદા પ્રયત્ન કરતો હતો.
પ્રવચનેની હેલી નીલપંખીસમાં નીલ-શ્યામ મેઘરાજાએ વર્ષોની મુશળધાર હેલી ચાલુ કરી. હંસપત્ર સમા ધવલ આ ધર્મરાજાએ જિનવાણીની હેલી ચાલુ કરી, ભ્રમરશ્યામ મેઘરાજા સાત આઠ દિવસ વરસીને થાકી જતા અને વચ્ચે વિરામ કરવા કેટલાક દિવસ ચાલ્યા જતા, પરંતુ અક્ષત ઉજવલ પ્રભાવશીલ આ ધર્મરાજા અવિરામપણે જિનવાણુ વર્ષો જતા હતા.
ધર્મરાજાની વર્ષોથી ભના પાપને પક જોવાઈ જ, સમ્યકત્વ બીજનું આરોપણ થતું, દેશવિરતિના અકુરા છોડવા ખીલી નીકળતા, સર્વવિરતિની સુવાસ બહેકી ઊઠતી - પર્વાધિરાજ પર્યુષણ પધાર્યા, આગમારશ્રીના પ્રતાપે મહમયી ગણાતી મુંબઈનગરી ધર્મમયી નગરી બની ગઈ પર્વાધિરાજ આવકારપૂર્વક આવ્યા અને સન્માનપૂર્વક ગયા,
મેહરાજાનું કાવતરું મેહુરાજાએ જોયું કે-આ આગમ દ્વારક નામનો ધર્મરાજા માથાભારે છે એને સામી છાતીએ લડત
હે અરિહંત ભગવાન ! જે દષ્ટ વડે આ ભવસમુદ્રમાં તમને ન જોયા હતા તે મારી શી ગતિ થા ? અર્થાત મારી શી દશા થાત ?