________________
૨૩૨
આગમધસરિ
આ મહાત્મા તે હસતે મુખડે અડવાણે પગે ચાલી નીકળ્યા, એમણે પાછું વળીને પણ ના જોયું, પિતાના ગુરૂદેવના દર્શન જયાંસુધી થયાં ત્યાં સુધી ત્યાં જ શ્રાવકે ઉભા રહ્યા, દૃષ્ટિથી અદૃશ્ય બન્યા ત્યારે ઉદાસવદને નિરાશનયને સ્વગૃહે પાછા ફર્યા.
મુંબઇના મેઘેરા મહેમાન ગામડે ગામડે અને નગરે નગરે વિચરતા પૂજયપાદ આગમે દ્વારકશ્રી વર્ષાવાસના આરંભમાં મુંબઈ આવી પહેચ્યા.
મુંબઈના ધર્માત્માઓએ ભવ્ય પ્રવેશ ઉત્સવ કર્યો, અપૂર્વ વાગત સાથે ઉપાશ્રયે પધાર્યા.
મુંબઈની અવની ઉપર ધર્મરાજના અને આકાશ ઉપર મેઘરાજાના સામ્રાજયને પ્રારંભ સમકાળે થયે, મધરાજા મુંબઈની ધરતીને પિતાના પાણીથી પલાળી કોમળ બનાવતા હતા. અને ધર્મરાજા ભવ્ય જીની હૃદય ધરતીને જિનવાણીથી પખાળી નિર્મળ બનાવતા હતા. મહારાજાના ગુપ્તચરો અહીં મુંબઈ આવી વસ્યા હતા.
મહારાજાને આ મેધરાજા પ્રતિકૂળ ન હતા. પણ આ આગમ દ્ધારક નામના ધર્મરાજ એમને હંફાવે તેવા લાગતા
આત્માદિ વસ્તુઓને દર્શાવનાર હે અરિહંત ભગવન્! આપને મેં જોયા ત્યારથી મારે કંઈ પણ ઊણપ નથી. અર્થાત બધું છે.