________________
આગમધરસૂરિ
૨૭૧
સાધુઓ એક સ્થળે વધુ રહે તે સ્થળ, કાળ, દેશ કે વ્યક્તિને મોહ નડે, તમને પણ રાગ અગર દ્વેષ જાગે, એમાંથી તિરસકાર થાય તમને પણ અમારા ઉપર વ્યક્તિ રાગ અગર દ્વષ ન થાય માટે વિચારવું જોઈએ.
આજ તમારા બધાના નયનેમાંથી આંસુઓ વરસી રહ્યા છે પરંતુ આવનારને અવશ્ય જવાનું છે. તેમ અમારે અવશ્ય વિહાર કરવાને હેય છે. -
તમે બધાએ ચોમાસામાં જે જે ધર્મદેશનાઓ સાંભળી તેને હૃદયમાં ઉતારજો, શક્તિ છુપાવ્યા વિના અમલ કરજો, આવે અને પરભવે મોક્ષ સહાયક સાધને મેળવી મુક્તિ પામો એજ મંગળ ભાવના.
વિદાય આટલું કહી સર્વમંગળ કરવામાં આવ્યું છતાં ગુરૂવિરહના કારણે બધાના નયનમાંથી ધાર આંસુએ વહેતા હતા. ધ્રુસકે ધ્રુસકે રડવાનો અવાજ પણ સંભળાતો હતે આકાશમાંથી અદૃશ્ય-શ્રાવ્ય આગાહી આવતી હતી કે આ પવિત્ર પુરૂષના પાવન પગલાને પાવન સ્પર્શ પુનઃ પ્રાપ્ત થવાને નથી. પરંતુ રૂદનના અવાજમાં એને કોઈને ખ્યાલ આવે નહિ.
આ મન જે સ્થિર છે તે જિનેશ્વરને પ્રભાવ છે.