________________
૨૩૦
આગમધરસૂરિ
મુંબઈના મંડાણ વર્ષાએ વિદાય લીધી. આ માસનાં ધગધગતા સૂર્યને ખરકિરણના પ્રખર તાપથી ધરતીને કાદવ સુકાઈ ગયા હતા. દુર્ગમમાર્ગો સુગમ બની ગયા હતા, નદીઓના નીર નિર્મળ બન્યા હતા. કાર્તિકી પૂર્ણિમાના દિને ચતુર્માસ પરિવર્તનની પ્રથાએ મુનિઓને વિહારના ક્રમની સ્મૃતિ તાજી કરાવી હતી,
શુભદિને પૂજ્યશ્રીએ વિહાર આદર્યો, નરનારીના સમૂહે વિદાય આપવા ઉમટયા હતા. ગામની સીમાના અને ઘેઘુર વડલાની નીચે ઉભા રહી પૂ૦ આગમ દ્વારકશ્રીએ અંતિમ-દેશના આપી.
દેશના ભાગ્યવાને! વહેતાં પાણી નિર્મળ હૈય છે. મહેમાને થોડા દિવસ રહી વિદાય લે તે આવકારપાત્ર ઠરે છે. વર્ષ પ્રમાણસર વષી ચાલી જાય તે આવકાર અને આદર પામે છે તેમ સાધુઓ પણ તીર્થપતિની આજ્ઞા પ્રમાણે વિચરતા રહે તે ચારિત્રમાં નિર્મળ અને તમારા જેવા ગામો માટે આવકારપાત્ર અને આદરપાત્ર રહી શકે છે.
જ્યારે ભવ્યત્વ ભાવ અને જગતને ભાવ છવને વિષે અનુકૂળતાને પામે છે ત્યારે જ જિનેશ્વર ગવાનના શાસનમાં શ્રેષ્ઠ બેધને પામીને નક્કી મોક્ષે જાય છે.