________________
આગમધરસૂરિ
૨૨૯
શકે. ત્યાં આપ તે જાણે શરીરમાં કોઈ દર્દ નથી, બેચેની નથી. એ રીતે વાત કરે છે. અઘરા પ્રરનોના ઉકેલ સહેજમાં આપે છે. તે એ કઈ રીતે બને?
પંડિતજી ! વ્યાધિ શરીરમાં છે, આત્મામાં નથી. જ્ઞાન આત્મામાં છે. શરીરમાં નથી. વળી જુઓ, ધર્મગ્રંથ કહે છે કે-શરીરમાં એક રૂંવાડે પણ રોગ ગણાય. તેટલા કુલ રોગ છે. લગભગ સવા છ કરોડ રોગો આ શરીરમાં ગુપ્ત રહેલા છે. એમાંથી માત્ર પાંચ સાત રોગો પ્રગટ થયા છે. હજુ કરડે રેગએ હલ્લે નથી કર્યો એ ઓછું પુણ્ય છે? પુણ્યને યાદ કરવું કે પાપને છે અને આ રોગોએ કર્મનિર્ભર કેટલી બધી કરાવી છે? આનાથી તે આત્મા ઉપરને મેલ સ્વચ્છ થાય છે. ઠીક પંડિતજી ! ધર્મધ્યાન કરજો.
પંડિતજી ગયા પણ સત્યગુણની સ્મૃતિ કાયમ માટે લઈ ગયા.
અસાતાને ઉદય બંધ છે. પૂજ્યશ્રીની તબિયત સ્વસ્થ બની. આ બાજુ ચાતુર્માસ પણ પૂર્ણ થયું અને વિહારની વાત વહેતી થઈ.
હે જિનેશ્વરદેવ! તમારું સ્વરૂપ અથત તમારી પ્રતિમા ભવરૂપ કૂવામાંથી કાઢવામાં રજજુ સમાન છે, કારણ કે તમે સંગ, મેહ અને કામ રહિત છે.