________________
૨૨૬
આગમધરસૂરિ શ્રાવિકા–ધાર આંસુએ રડી પડી. સાહેબ ! ચહમાં ખાંડના બદલે ભૂલથી મીઠું નાખી ઢધું હતું, અમે પીવા બેઠા ત્યારે ખારી ઝેર જેવી લાગી એટલે હું તરત જ દેડતી આવી, મહારાજ સાહેબ માંદા છે એમાં વળી ખારી ચહા પી ગયા, નુકશાન કરશે. મહારાજ સાહેબે આપને કાંઈ કહ્યું નહિ !
અરે બહેન ! કહેવાનું તે દૂર રહ્યું, પણ મેટું મચાવ્યું નથી આ તે તમે વાત કરી એટલે અમને ખબર પડી. નહિ તે અમને ખબર પણ ન થાત કે ચા ખારી હતી.
શ્રાવિકા તે પૂજ્ય આગમ દ્વારકશ્રી પાસે ગઈ, વંદન કર્યું, સાહેબજી ! મારી ભૂલ થઈ ગઈ. ખાંડના બદલે ચહામાં મીઠું નખાઈ ગયું હતું. મારો ભયંકર અપરાધ થયો છે. હું મહાપાપની ભાગી બની છું કૃપા કરી મને ક્ષમા કરો. ગુરૂદેવ ! ગુરૂદેવ ! મને પ્રાયશ્ચિત્ત આપે, મારી શુદ્ધિ કરો. શ્રાવિકાની આંખમાંથી બેર જેવા આંસુ વહી રહ્યા હતા.
પૂજ્યશ્રીએ હસતે મુખે કહ્યું-બહેન તું રડીશ ના, એ તે જીભના નખરા છે. મીઠી ચા તે રોજ મળે છે. ખારી ચા જ કદી મળે છે. તું ચિંતા ન કરીશ, મને ખારી ચાનું
આરાધનાને માર્ગે વિવિધ પ્રકાર છે તેથી તેની વિધિનું વિચિત્રપણું છે.