________________
આગમધરસૂરિ
૨૨૫
અનાસક્ત-યોગી ચાતુર્માસ ધર્મમય વહી રહ્યું હતું. નગરમાં આનંદ વહે જતો હતો, ત્યાં અસાતાના ઉદયે પૂજયશ્રીને શારીરિક વ્યાધિઓએ ઘેરી લીધા, તાવ, ઉધરસ, પાંડુ વિગેરે રોગોએ આવી પૂજ્યશ્રીના શરીરમાં વસવાટ કર્યો, છતાં સમતા ગજબની, માત્ર પ્રવાહી અલ્પદ્રવ્ય અલ્પપ્રમાણ લઈ રહેવાનું હતું.
એક બપોરે એક સેવાભાવી શિષ્ય પૂજયશ્રી વાપરી શકે એટલી ચા લાવે, અઢી વાગ્યાને સમય હતે. ખૂબ જ પ્રમાણસરની ચા લાવેલ, પૂજ્યશ્રીને એક લધુ ધવલ કાષ્ઠપાત્રમાં આપી, એ મહાત્મા વાપરી ગયા.
શિષ્ય બીજા કામમાં ગુંથાયે, એટલામાં ચહા વહેરાવનાર શ્રાવિકા હાંફતી હાંફતી આવી, વહેરવા આવનાર મુનિને કહેસાહેબજી ! ગજબને ગોટાળો થઈ ગયો, મારી ભયંકર ભૂલ થઈ છે.
મુનિરાજ–બહેન શું થયું ? આટલાં હાંફે છે કેમ? શ્રાવિકા–આપ ચા લાવ્યા તેનું શું કર્યું? મુનિરાજ—એ તે આગમ દ્વારકશ્રીજી વાપરી ગયા.
વેદ રોગોને જાણનાર છે પણ વેદનાને તે જાણનાર જંતુઓપ્રાણુઓ છે.
-
-