________________
૨૨૪
આગમધરસૂરિ
જગત મિષ્ટાન્ન આરોગવામાં આનંદ માનતું હોય છે. અહીં તે ત્યાગમાં આનંદ મનાતે હતે. નાના નાના કુમળા બાળ મદઘેલા યુવાને, અને વાળ વિનાના વૃદ્ધો તપમાં અપૂર્વ આનંદ માનતા હતા. આ પ્રસંગે રાજ ભાવવાહી દેશના, રસમય પૂજા, ભાવનાઓ થતી. આ પ્રસંગે શ્રીપાલ મહારાજા અને શ્રી મયણાસુંદરીજી મહારાણીના જીવન પ્રસંગને આવરી લેતી કળામય રચનાઓ કરવામાં આવી હતી
સમાજનું સંમેલન ઓળીની પૂર્ણાહુતિના ચેડા દિવસ પછી ધર્મકાર્યો માટે “દેશવિરતિ ધર્મ આરાધક સમાજનું સંમેલન કપડવંજના આંગણે યોજવામાં આવ્યું હતું. પૂજયપ્રવરશ્રીની નિશ્રા હેવાથી સંમેલન સફળતા સભર કાર્યવાહી કરી પૂર્ણ થયું હતું.
કપડવંજના પુણ્યવંત ધર્માત્માઓની ચાતુર્માસ માટે ભાવભરી વિનંતિ ઘણા વખતથી હતી જ, ક્ષેત્રપર્શના પણ અહીંની હતી. તેથી પૂજયપ્રવરશ્રીએ કપડવંજમાં ચાતુર્માસ કર્યું', આ ચાતુર્માસ ધર્મમય બન્યું મતું. શ્રાવકવર્ગ પૂજ્યશ્રીને લાભ બને તેટલે વધુ લેતો હતો. ભક્તિ પણ અજોડ કરતા હતા.
આમાથી ન તકણા કરાય તેવી શરીર સંબંધી પીડાએ આ જગતમાં છવને થાય છે.