________________
૨૨૨
આગમધરસૂરિ
બે ધાવેલી ટૂંકની પ્રતિષ્ઠા વખતે ધુમાડાબંધ પાદલિપ્તપુર થયું હતું.
આશ્ચર્યની વાત તે એ છે કે-આ તેર દિવસના ઉત્સવ દરમિયાન પાલીતાણામાં સ્મશાનભૂમિ પણ બંધ રહી હતી. (કાઈનું મૃત્યુ થયું ન હતું.)
દર્શનના-દ્વાર પ્રતિષ્ઠા દિવસના બીજા મંગલ પ્રભાતે વિધિ પૂર્વક દ્વારઘાટન વિધિ થઈ, બપોરના અંતિમ મંગળ તરીકે સત્તરભેદી પૂજા રાખવામાં આવી. આ રીતે પ્રતિષ્ઠાવિધિ મહત્સવ પૂર્ણ થયે, અને સર્વે ભાવિકોના માટે દર્શનના દ્વાર સદા માટે ખુલ્લા થયા.
પાષાણ પ્રતિરે તરાએલા પીસ્તાલીશ આગામેથી શોભતું, જિનશાસનને ગૌરવવંતુ બનાવતું, જિનવાણીની રક્ષા કાજે અડીખમ ઉભેલું, વાદળદળ સાથે વાત કરતું, દિવ્ય વિમાનની સાથે પદ્ધ કરતું, શશીધવલ કીર્તિવંતુ, મંદિરમાં રત્ન સમું, ગિરિરાજની ઉપત્યકામાં એ આગમ મંદિર આજે પણ પૂજય આગમ દ્વારકશ્રીની નિર્મળ યશોગાથા ગાઈ રહ્યું છે.
બંધનને નાય કરવાવાળાં જે પાંચ મહાવ્રત આદરાય તે હું જગતમાં ભાગ્યશાળી ઘઉં.