________________
૨૧૬
આગમધરસૂરિ | સર્વ મંગળ કરી કેવલજ્ઞાન કલ્યાણકને વરઘડે કાઢવામાં આવે. આ પછી નિર્વાણ કલ્યાણક વિધિ કરવામાં આવે.
અંજનશલાકા વિધિ વીર સંવત ૨૪૬૯ના મહા વદ બીજનો મંગળ દિવસ હત, સૂર્યને ઉદયાચલ ઉપર આવવાની હજુ એક પ્રહરની વાર હતી, ચંદ્ર ચોદ કળાએ ખીલેલે હતા. વાતાવરણ શાંત હતું, ગુલાબી ઠંડી પડતી હતી. આ અધ્યાપુરીને જનસમૂહ નિદ્રાદેવીના બળે પિઢેલ હતું, ચેકીદારની આહલેક કદી કદી સંભળાતી હતી.
આવા સમયે પૂજયપાદ આચાર્ય ભગવંત આગમેદ્વારકશ્રી જાગ્રત હતા. સાથે એમના પટ્ટધર શિષ્યાવતું આચાર્ય શ્રી માણિક્યસાગરસૂરિજી અને આચાર્યદેવ શ્રી કુમુદસુરિજી પણ જાગતા હતા. આ ત્રણે જ અંજનવિધિમંડપમાં હતા.
કોઈ દેવ, દાનવ અને માનવની કુદૃષ્ટિ ન પડે માટે જાસુદવર્ણ દુકુલના મોટા આચ્છાદને કર્યા હતા, માંત્રિક વિધિઓ ચાલુ હતી, ભક્તિ ઘેલે કઈ ભાવુક આ ગુપ્ત
જે પાપથી ચિત્ત વિરમેલું છે તે યિામ કે અક્રિયામાં વર્તતે હોય તે તે શ્રેષ્ઠ જ છે.