________________
આગમધરસૂરિ
ર૧પ દેશના હે ભવ્યાત્માઓ ! આ સંસાર આધિની આંધી, વ્યાધિના વંટોળ અને ઉપાધિના ઉત્પાતથી ભરેલું છે. સંસારમાં ક્યાં સુખ નથી. સુખને ખાતર આત્માઓ કષા કરે છે. અજ્ઞાની આત્માઓ ક્રોધની ભડભડતી આગમાં સળગે છે. માનના વિષમગિરિ ઉપર ચડી વિવેકભ્રષ્ટ બને માયા નાગણીના ડંખે ખાઈ ભાનભૂલા બની જાય છે. લેભની અથાગ ઊંડી ખાઈમાં ગબડતા રહે છે. આ માર્ગેથી સુખના બદલે વધુ દુ:ખ પ્રાપ્ત થાય છે. જો સુખી થવું હોય તે ક્રોધના ઉત્તાપને દૂર કરવા સમતાની શીળી છાયા લે, માનના વિષમગિરિથી ઉતરી નમ્ર બનો. સરલતાની નાગદમની લઈ માયા નાગણના ઝેરને દૂર કરે. લેભની મહાખાડીને સંતેષદ્વારા પુરાણ કરી દે. આ પછી તમને અવશ્ય સુખ મળશે જ.
કષાયે ઘટાડવા માટે વિષયની વાસના ઘટાડવા લાગો. વિષય અને કષાય એ સંસાર વિધ્ય અને કષાયને નાશ એ મેક્ષ છે. મોક્ષ એટલે અનંતજ્ઞાનમય, અનંતદર્શનમય, અનંતચારિત્રમય જયોતિરવરૂપ કર્મમળરહિત આત્મરિવરૂપ.
તમે બધા કમળથી રહિત બનવા સર્વવિરતિને સ્વીકાર કરે, એ ન બને તે દેશવિરતિ ગ્રહણ કરે, છેવટે સમ્યકત્વ પામે એજ મંગળ ભાવના.
ભગવાનના શાસનને પામેલા આ જીવો અત્યંત ભાગ્યશાળી છે.