________________
૨૦૨
આગામધરસૂરિ
- અદ્વિતીય વિચાર પૂજયપાદ આગમ દ્વારકશ્રીને વિચાર, એ આ અવસપિંણ કાળમાં પ્રથમ જણાય છે.
- નીલમણી, ગોમેદક, પ્રવાલ, ફટક, આદિ રત્નની પ્રતિમાઓ બની. અજુન, જાંબુનદ, પીતાભ સુવર્ણની મૂર્તિઓ થઈ, રજત અને પંચધાતુની પ્રતિમાઓ કરાઈ અનેકજાતીય પાષાણખડેમાંથી પ્રતિમાઓ કંડારવામાં આવી. કસોટી, કાષ્ટ, ચંદન, હાથીદાંત, વિગેરેના બિંબ બન્યા, આ વિવિધ જાતની શાહીથી આગમગ્રંથ લખાયા, સુવર્ણ રજતની રોશનાહીથી પણ આગમગ્રંથો લખાયા, છતાં પાષાણ આગમમંદિર કે તામપત્ર આગમમંદિરની નેંધ શાસ્ત્રના પાના ઉપર કે ઈતિહાસના વર્ણન ઉપર આલેખાઈ નથી.
આગમનું મંદિર કરવું, જેથી આગમો દીર્ધજીવી બની જાય, તેમજ આ દ્વારા ભાવીના ભવ્યને જિનવાણીને લાભ મળી શકે. આ એક સ્વતંત્ર અને અપૂર્વ વિચાર હતો. નૂતન અને દિવ્ય ફુરણા હતી. પ્રથમ સંગેમરમરના શશીધવલ સ્વચ્છ શોભાયમાન પાષાણુ પ્રતર ઉપર આગમ કેતરાવવા ઈચ્છનીય જણાયા. . અરિહંત ભગવાનના માર્ગમાં રહેલા છે સર્વ જીવોના અનંતમાં ભાગે છે. અને તેની આરાધનાથી સિદ્ધ થયેલા તે થોડા જ છે છે તે કારણથી તેની પ્રાપ્તિ થવી તેજ ધન્યતા છે.