________________
પ્રકરણ ૧૮ મું આગમમંદિર તન્મયતા
મુનિવરોના અધિનાયકપણાને દર્શાવતી પવિત્ર આચાર્યપદવી પ્રાપ્ત થયા છતાં, પૂજય આગમોદ્ધારકશ્રી આગમનું સંશોધન કરવા બેસતા અને પ્રાચીન, જીણું ધૂલિધસર અને અર્ધા સડેલા પડેલા આગમ પ્રતિઓના પાના ઉખેલવા લાગતા ત્યારે એક અદમ્ય ઉત્સાહી નવયુવક સાધુની જેમ ઓતપ્રેત બની જતા. - પૂજ્યશ્રીની પ્રતિભાને સાંભળી કઈ અજાણ આગ, તુક દર્શન-વંદને અનાયાસે આવી ચડે તે એ કપી ના શકે કે–આ પૂર આગમ દ્વારકશ્રી છે કે એક ઉત્સાહી સેવક સાધુ છે.
ધાતિકર્મને નાશ કરવા માટે તત્પર થયેલ વીરપુરુષ દુઃખના સમૂહમાં અચલ-સ્થિર રહે છે.