________________
આગામધરસૂરિ
૧૯૫
(૬) નાની વયના બધા અણસમજુ હોય છે, અને મેટી વયના બધા સમજુ હોય છે. એ નિયમ કુદરતે બાંધે નથી.
(૭) ઘણીવાર નાના વિદ્યાર્થીઓમાં જે સૂઝ અને સમજશક્તિ હોય છે તે જીવનના આરે પહોંચેલા સીત્તેર વર્ષના વયેવૃદ્ધને પણ નથી હોતી.
પરંતુ શ્રીમાન સયાજીરાવ આવું સાંભળવા કે સમજવા તૈયાર જ ન હતા.
એકવાર વેશ્યાઓની સભા મળી. “સતીઓને સન્મા નની નજરથી અને આપણને અપમાનની નજરથી જોવામાં આવે છે. માટે આપણે શું કરવું? “આ વિષય ઉપર વિચાર પરામર્શ ગોઠવવામાં આવ્યું હતું. વિચાર વિનીમયના અંતે વેશ્યાઓને અપમાનિત નજરના ભોગ ન બનવું પડે, અને સન્માન જળવાઈ રહે, આથી બુદ્ધિચક ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો
જગતની તમામ સતીસ્ત્રીઓને અમે આગ્રહપૂર્વક અનુરોધ કરીએ છીએ કે આજ પછી તમારે સતીપણું જાળવવું નહિ અમારી જેમ તમારે પણ બધે સ્વતંત્રતાથી હરવું ફરવું અને આનંદ લૂંટવો. આમ તમારા કરવાથી જગતની જનતા અમારા પ્રતિ ધૃણ રાખતી બંધ થશે.
સમાધિ સમગ્ર કર્મને વિનાશ કરનાર છે.