________________
આગમધરસૂરિ
૧૯૩ ભારતના પ્રાણસમી અધ્યાત્મસંરકૃતિનું બીજ બાળસંન્યાસ અને બાળદીક્ષામાં રહેલું છે. જે વસ્તુ યૂરોપના વૃદ્ધો માટે અશક્ય જણાય છે. તે ભારતના બાળક માટે શક્ય અને સરલ જણાય છે. તેનું આ કારણ છે.
અતિમુક્તકુમાર, જંબુવામી, વાસ્વામી, હેમચંદ્રાચાર્ય અને શુકદેવજી, સંત જ્ઞાનેશ્વર, શંકરાચાર્યજી વિગેરે પુરૂષો બાળદીક્ષિત અને બાળસંન્યાસી હતા. તેથી ભારતીય આધ્યાત્મિક ક્ષેત્રે ભાગ્યવિધાતા બની શક્યા હતા.
ભારતમાં અધ્યાત્મસંસ્કૃતિ જીવંત રાખવી હશે તે બાળદીક્ષા અને બાળસંન્યારા એ અનિવાર્ય વસ્તુ છે.
બાળકમાં સમજ નથી હતી? સમજ શક્તિ માટે અમુક વય હેવી જ જોઈએ એ નિર્ણય કઈ બુદ્ધિમાન નહિ જ આપી શકે. દીક્ષાના અને સંન્યાસના વિરોધીઓ અને શ્રીમાન્ સયાજીરાવ એવા મતના છે કે-અઢાર વર્ષની વય સુધી સાચી સમજ હેતી નથી, તે- (૧) એક ચૌદ વર્ષનો બાળક એસ.એસ.સી.માં પ્રથમ નંબરે પાસ થાય છે. ત્યારે બીજે પચીશ વર્ષને યુવક ક્ષણે ક્ષણે જે આભાના સ્વરૂપને જુએ છે તે જ આત્મા માર્ગને પામેલ છે.