________________
૧૮૮
આગમધરસૂરિ
પદ્ધતિથી થયે હતે. યુરોપમાં એ ઘણું રહ્યા હતા, અને ત્યાં એમને વધુ ફાવતું હતું.
પાશ્ચાત્યના સહવાસે એમના જીવનમાં આધ્યાત્મિકતા મરી પરવારી હતી. કાં ઓછા પ્રમાણમાં રહી હતી. પિતાના રાજયની પ્રજા કેળવણી પ્રાપ્ત કરે અને સુખી થાય. એવી એમની તમન્ના રહેતી. પણ જ્ઞાન આ ભવ પૂરતું અને ભૌતિક સુખ પ્રજાને મળે એટલી એમની ઈચ્છા. અધ્યાત્મ સંબંધી વાતે માટે એમના જીવનમાં આંબળા જેવું મીંડું હતું.
ભૌતિક રગેથી રંગાએલા એ રાજવીને બીજાઓની પ્રેરણાથી થયું કે–ત્યાગધર્મ એ સુખમય ધર્મ નથી. એમાં ય કળીયુગમાં તે એની આવશ્યકતા નથી. છતાં મેટી વયના લેકે એ સ્વીકારે તે ભલે સ્વીકારે. પણ મારા રાજ્યના નાના બાળકોને સન્યાસીઓ સન્યાસ આપે અને જૈન સાધુએ જૈની દીક્ષા આપે એ કેમ ચાલે ? એ બચારાઓએ સ્ત્રીમુખદર્શન કર્યું ન હોય, વિલાસ ભોગવ્યું ન હોય, સંસારસુખ માણ્યું ન હોય. એવાને ત્યાગમાર્ગે ઉપાડી જ એ અન્યાય છે. હું એ અન્યાય મારા રાજયમાં ચલાવી નહિ લઉં. એ માટે બાળ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક કાયદો કરવો જોઈએ.
મોક્ષને અજોડ માર્ગ જે કઈ પણ હેય તે તે સમાધિ જ છે.