________________
આગામધસૂરિ
૧૭૯
મનસ્વીતાઓ, અહં, લેકેષણા વિગેરે વધે અને એમાંથી શાસ્ત્રના અર્થ અને ભાવાર્થને મરડવાની પ્રક્રિયા ચાલુ થાય ત્યાં કેણ રક્ષણહાર ?
ભગવંતનું શાસન એકવીશ હજાર વર્ષ પર્યન્ત અવિચ્છિન્ન ચાલવાનું છે. તેથી આત્માનુલક્ષી અને જગજજંતુ હિતૈષી મુનિપ્રવરો અને સુશ્રાવકે ઓછા પ્રમાણમાં પણ સદા વિદ્યમાન હોય છે.
આ સમયે મુનિવર્ગમાં અને ગૃહરવર્ગમાં કેટલાક વિષમાં વિષમતા જણાતી હતી. દેવદ્રવ્ય, બળદીક્ષા, માળારોપણ, બહારથી આવતા ઉપદ્રવ્ય વિગેરે માટે શું કરવું? એ કાજે ઐક્યતાની પરમ આવશ્યકતા હતી.
પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પૂત્ર આગદ્ધારકશ્રીજી આદિ આચાર્ય ભગવંતને તેમજ શ્રી રાજનગર અમદાવાદના નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણીલાલ વિગેરે સુશ્રાવકોને દરેક મુનિવરોને એક સ્થળે મેળવી મુનિસંમેલન ભરાવવાને વિચાર આવ્યા કરતે. આવી વિચારસરણી ધરાવતા મહાનુભાવોએ વિચાર કરી નિર્ણય કર્યો કે મુનિસંમેલન ભરાવવું.
હે નાથ! તમે જગતને ઉદ્ધાર કરે છતે તે પહેલાં ભોળા સુર અસુરોએ તમને સમગ્રભાવથી પૂજ્યા તેનું ફળ. જગતમાં શોભે છે. અર્થાત ફલ એકાતિક માનેલું છે.