________________
૧૪૮
આગામધણસૂરિ
પૂજયશ્રીને જણાવ્યું છે પૂજ્ય ગુરૂદેવ ! બંગાળમાં ધર્મદષ્ટિએ જેને કંગાલ બનતા જાય છે અને પરધર્મ અભિમુખ થતા જાય છે આપશ્રી ત્યાં પધારો અને ઉદ્ધાર કરો. એ રીતે ત્યાંની સ્થિતિને અક્ષરશ: ચિતાર રજુ કર્યો. " પૂજ્યશ્રીએ તરત જ “ક્ષેત્રરપર્શના શબ્દ દ્વારા આવવાની સંમતિ જણાવી બીજે દિવસે ત્યાંના દૈનિક સમાચાર પત્રોમાં મોટા અક્ષરે સમાચાર છપાયા.
સમાચાર સાર જૈન ધર્મના અજોડ અપ્રતિમ વિદ્વાન મહાસમર્થ ત્યાગી, ધર્મધુરંધર, આગોદ્ધારક આચાર્ય મહારાજ શ્રી શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજા પિતાના શિષ્ય પરિવાર સાથે બિહાર પ્રદેશમાં વિહાર કરી રહ્યા છે. અને હવે પાદ વિહાર કરતા પૂજ્યશ્રી બંગાલ પ્રદેશમાં પધારશે, ત્યાંથી ધીરે ધીરે ચર્તુમાસ પહેલા કલકત્તા પધારશે,
ગામેગામ એ મહાપુરૂષના વ્યાખ્યાન થાય છે. એમના દર્શનને લાભ લેવા લેકેની મેદની ઉમટે છે. આ મહાત્મા ચત જનધમી રહેવા છતાં સમદશી મહાપુરૂષ છે
જગતનું રક્ષણ કરનાર જિનેશ્વર ભગવાન છે. કારણ કે પાપ કરતાં પહેલાં જીવેને તે નિવર્તાવે છે–પાછા હઠાવે છે. અને જો આ પાપ કર્યું તે નકકી ફળ ભોગવવાનું છે.