________________
આગમધરસૂરિ
૧૪૭,
નહિ રહે તે મેટી મુશ્કેલી થશે. બંગાલમાં પાશ્ચાત્ય સંસ્કૃતિને પ્રભાવ ઘણું હતું. બંગાલની જનતા ખૂબજ બુદ્ધિશાળી હતી. પણ આળસુ હતી અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ ત્યાં વિશેષ હતું,
ત્યાં વસનારા જન જમીનદારે અને રજવાડા જેવા હતા. યતિવર્ગ વાહનને ઉપયોગ કરતા હતા. તેથી એ વર્ગ ત્યાં જતે અને ધર્મના કાંઈક સંરકારે પાડતા, પરંતુ એ વર્ગ કંચનને છડેચોક સ્વીકારતે અને સ્વયં રાખતે હતે. વળી તેમને કામિનીને સંગ પણ ન્યૂનાધિક પ્રમાણમાં થતું તેથી એ વર્ગની જે સ્વચ્છ છાયા પડવી જોઈએ. તે સારા પ્રમાણમાં પડી શકતી ન હતી.
કલકત્તામાં વસનારા મરુધરવાસી અને ગુર્જરવાસી જૈનેમાંથી કેટલાએ પૂર આગદ્દારશ્રીના દર્શન મરૂપર અને ગુજરાતમાં કરેલ હતા અને વર્તમાનપત્રો દ્વારા પૂજ્યશ્રીની સુખ્યાતિ એ પ્રદેશમાં વ્યાપક બની ગઈ હતી.
કલકત્તાવાસીઓના જાણવામાં આવ્યું કે-પૂજ્ય આગમોદ્ધારકશ્રી બિહારપ્રદેશને પોતાના પાદપંકજથી પાવન કરી રહેલા છે તેથી જૈનોનું એક પ્રતિનિધિમંડળ કલકત્તા પધારવાની વિનંતિ કરવા આવ્યું.
હે જીવ! તારે માટે વેદવું તથા ખપાવવું એમ બે માર્ગ છે. તેમાં પહેલે શ્રેયસ્કર છે. બીજા માર્ગ માટે તું સમર્થ નથી.