________________
૧૬
આગમસૂરિ
બીજા બે વ્યાખ્યાને પણ “રયાદ્વાદ' વિષય ઉપર જ થયા. પરંતુ તેમાં ભાષા સરલ સંસ્કૃત કરવામાં આવી હતી.
વિદ્યાલયના વિદ્વાને વિચારમાં પડ્યા, આ મહાત્માએ બનારસમાં અભ્યાસ કર્યો નથી. એમના ત્યાં સરકૃતભાષા દૈનિક વપરાશની ભાષા નથી છતાં અમને સમજવામાં મુશ્કેલ પડે તે આ મહાત્માને બેલવામાં સરલ લાગે છે. કેટલી વિદ્વત્તા ? સાક્ષાત્ બૃહસ્પતિના અવતાર લાગે છે.
શિષ્યને પણ આશ્ચર્ય થયું. પૂ. ગુરુદેવશ્રી સંસ્કૃતમાં આવું સરસ બોલી શકે છે? આવું ધારાબદ્ધ વહાવી શકે છે? અમને તે આજે જ ખ્યાલ આવે. આવી અજોડ વિદ્વત્તા છતાં પૂજય આગોદ્ધારકશ્રી જ્યાં ત્યાં વિદ્વત્તાનું પ્રદર્શન કરવા સંસ્કૃત બોલતા ન હતા. બધા વ્યવહારો ગ્રામ્ય અને દેશ્યભાષાઓમાં જ કરતા. આ ગાંભીર્યને ખ્યાલ સૌ પ્રથમ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં આવે.
બંગલા-વિહાર પૂજયપાદ આગમ દ્વારકશ્રીને થયું કે-બંગાલ તરફ પણ વિહાર કરે આવશ્યક છે. ત્યાં વસેલા અને વ્યાપાર અર્થે નવા જતા જૈનમાં જૈનત્વના ધાર્મિક સંરકારે
વગર વિચારે કરેલું પાપ રક્ષણરહિત હે જીવ છે તે કર્મના ફળને તું ભગવ, જો તું સુજ્ઞ-સમજુ હેય તે આગળ બીજું બાંધીશ નહિં, જે સુખની ઈચ્છાવાળે હેય તે.