________________
આગમધરસૂરિ
૧૪૫
અપ્રતિમ વિદ્વાન્ છે. એવી ખ્યાતિ ધણા વખતથી આ વિદ્વાનેા સાંભળતા આવ્યા હતા, એમની વિદ્વત્તાના લાભ પણ મળે અને નવી શૈલી, નવું જ્ઞાન મળે તેથી પૂજ્યશ્રીને વિનતિ કરી.
‘આપ અમારા વિદ્યાલયમાં પધારી સ્યાદ્વાદ' વિષય ઉપર સ ંસ્કૃત ભાષામાં સમજુતી આપવા કૃપાવંત થશેા’
પૂજ્ય આગમાદ્વારકશ્રીએ એ વિનંતિના સ્વીકાર કર્યો, મુકરર સમયે વિદ્યાલયે પધાર્યાં. પડિતાએ ભાવભીનું સ્વાગત ક્યુ, ઉચ્ચ વ્યાસપીઠ ઉપર બેસાડ્યા શ્રી નમરકાર મહામત્રના જાપપૂર્વક વ્યાખ્યાનના પ્રારંભ કર્યો.
ગંગાનદીના અખ`ડશ્રોતની જેમ પૂજયપ્રવરશ્રી સ’સ્કૃતમાં ધારાબદું ભાલતા જ જાય, કાંય અટકવાની નહિ, ભાષામાં પણ ઉચ્ચતર સસ્કૃત પ્રયોગા,
એક વ્યાખ્યાન પૂર્ણ થયું, વિદ્યાલયના વિદ્વાનને સરસ રસ પડયો, બીજા બે વ્યાખ્યાના માટે વિનંતિ કરી અને સાથે જણાવ્યું—આપશ્રી સરલ સંસ્કૃત બોલે તે સારૂં, આપની તેજસ્વી સ’કૃત ભાષા સમજતા અમારા જેવાને પણ વાર લાગે છે.
હે જીવ! જગતમાં આ અશરણુતા છે જે સની સાક્ષીએ પહેલાં કરેલું કમ ભાગવવુ જોઇએ. અહીં તારૂં કાઇપણુ રક્ષણ કરનાર નથી.