________________
પ્રકરણ બારમું મધ્યભારતના શિલાના નરેશ પ્રતિબોધ
માલવદેશ પ્રતિ
પૂજયપાદ આગમારક આચાર્ય મહારાજ માલવા દેશ તરફ વિહરતા પધાર્યા. માલવામાં શિલાના એ એક સ્વતંત્ર રાજય હતું, પૂજ્યપાદકી એ રાજ્યમાં વિહરતા વિહરતા પધાર્યા. ઉપાશ્રયમાં એક દિવસ વ્યાખ્યાન થયું.
મહારાજ શ્રી શિલાના નરેશને મહામંત્રી દ્વારા સમાચાર મલ્યા ને ગુજરાતદેશથી કઈ મહાત્માપુરૂષ પધાર્યા છે. અને એ સારા ત્યાગી, નિસ્પૃહી, અને વિદ્વાનું છે. તેથી વંદન કરવા જવાનું મન થયું, બીજે દિવસે પિતાના મંત્રીમંડળ સાથે વંદનાથે ગયા, ત્યાં પૂજયશ્રીને વંદનાદિ કરી પિતાના મહેલમાં આવેલા હોલમાં વ્યાખ્યાન રાખવા વિનંતિ કરી.
આ બે હાથ તમારા ચરણકમળની સેવા કરનારા થયા તેથી તે તમારી ઉપાસ્તિ-સેવા કરનારા હંમેશાં સફલ થાઓ.