________________
આગમધરસૂરિ
શાસનસેવામાં કરતે આ છું. એવી ભાવના રાખતે આ છું. હવે પછી પણ મારી શક્તિઓ શાસનકાજે વપરાય એવી ભાવના સદા રહે એ ઈચ્છું છું. દેવગુરૂના આશીર્વાદ જિનશાસનની સેવાના કાર્યોમાં બળ પૂરે એજ કલ્યાણ કામના.
આ પછી સર્વમંગલ વિધિ થઈ, વાજતે ગાજતે સૌ જિનમંદિરે ગયા, એ રીતે મંગળ પ્રસંગની પૂર્ણાહુતિ થઈ.
એક ધર્મરાજને રાજયાભિષેક થયે, એ વિક્રમ સંવત ૧૯૭૪ના વિશાખ શુકલા દશમીને મંગળ દિવસ હતો.
અનાથના નાથ પદવી પ્રદાન પ્રસંગની પૂર્ણાહૂતિ પછી પૂજય પ્રવરે પિતાના પદ પંકજ મુંબઈ તરફ ઉપાડ્યા. સુરતની પ્રજાએ ભવ્ય વિદાયમાન આપ્યું, પણ શોકમય ચિત્તે, મહાત્માને વિગ અનિવાર્ય છે. છતાં દુઃખદાયી છે.
આ વર્ષે મેઘરાજાએ કેટલાક પ્રદેશમાં વર્ષા કરી ન હતી, તેથી આ પૃથ્વી ઉપર દુષ્કાળના ઓળા ઉતરી પડ્યા હતા. એ પ્રસંગને હળવે કરવા ઘણું ભાગ્યવાને મુંબઈના ધનવાને પાસે ઉદાર ફાળો કરાવતા હતા. આ વાતની જણ પૂજયશ્રીને થઈ.
બીજાઓના દેવ અને ગુરુએ સ્ત્રી અને ધનમાં હંમેશા રક્તઆસક્ત હોય છે. તેઓ બીજા ને પવિત્ર ધર્મ કેવી રીતે કહે ? અર્થાત ન કહે.