________________
૧૩૦
• આગામધરસૂરિ
શુભ ઘડીએ આંરભેલી રથયાત્રા અમૃત ઘડીએ પૂણ થઇ, તેથી આજે પણ એ યાત્રા અમૃત છે. સ્મૃતિમાં આવે છે એ યાત્રાએ અમૃત પીધું માટે હજુ જીવંત છે.
પદવી પ્રદાન અનસુવણે રસ્ય સૂરજ ઊગે પરંતુ લેકે તે એ અગાઉ ઊઠી ચુક્યા હતા. આજે ધર્મગુરૂની, અરે! લાડીલા ધર્મગુરૂની પદવી હતી. સૂર્ય આકાશમાર્ગે આગળ વધતા હતો. અને લેકહૈયાની આનંદરેલી આગળ વધે જતી હતી. મહાવિશાળ સમીયાણે બનાવવામાં આવ્યું હતું, એને ધજા, પતાકા, લધુ ધજા તેરણથી સજાવવામાં આવ્યા હતા, સુગંધી ધૂપ વાતાવરણને નિર્મળ અને સુગંધમય રાખતા હતા, ગુલાબજળમિશ્રિત જળ છંટકાવ વાતાવરણમાં શીતળતાને જાળવી રાખતી હતી. નગરના નર-નારી વૃદે બહુમૂલ્ય અને આકર્ષક વસ્ત્રો અને અલંકારો પહેરી આવવા લાગ્યા હતા. થોડા સમયમાં એ સમીયાણો ઉભરાઈ ગયા.
મિથ્યાત્વતિમિર ભારકર તપગચ્છગગનનભે મણી મુનિપ્રવર શ્રીમુક્તિવિજયજી મહારાજશ્રી (મૂળચંદજી) ના શિષ્યરત્ન આબાલબહ્મચારી પરમ પૂજય તપનિષ્ઠ સૂરિશેખર
હે જિન ! કર્મસમૂહ તમારે આધીન નથી તેમજ ભવિષ્યમાં આધીન થશે પણ નહિં, તેથી તે કર્મસમૂહને આવતા અટકાવનારો અને ક્ષય કરનાર ઉદ્યોગ-ઉદ્યમ કહ્યો.