________________
૧૧૪
આગમધરસૂરિ
આપે, સલાહ પણ ન આપે, ત્યાં આ મહાપુરૂષ પાસે એવી આશા કેમ રાખવી.
આવા કારણોને લઈ બચાવપક્ષના ધારાશાસ્ત્રીઓ પણ હતાશ બન્યા હતા એમને જડ કાયદો એમના કાનમાં કહેતે હતો કે “સાત વર્ષની સખ્ત સજા' આવી વાત સાંભળી ભલભલા તમ્મર ખાઈ જતા, આવા પ્રસંગે પણ કોઈ સ્વસ્થ હોય તે ફક્ત આ મહાપુરૂષ.
હૈયેની ચરમ સીમા આજના દિવસને સૂર્ય ઊગે પણ એનું મુખ બહુજ ગંભીર હતું. પૃથ્વીવાસી જૈનસંધના મુખે પણ ગંભીર હતા. આજે ત્રીજા પ્રહરે ન્યાયાલયને નિર્ણય આવવાને હતા. સાત વર્ષની સખ્ત કેદી આ લેક્વાયકાએ વાતાવરણમાં અત્યંત ગમગીની ફેલાવી હતી. સૌ ન્યાયાલયના નિર્ણયની પ્રતીક્ષા કરવા લાગ્યા. ઘટિકાયંત્રે ત્રીજા પ્રહરના ઠંકા ચાલુ કર્યા એ આવે, એ આવે, થવા લાગ્યું - પૂજ્ય આગમ દ્વારકશ્રીના મુખ ઉપર એજ પરમ શાંતિ, એજ અપૂર્વ તેજ, એજ અપૂર્વ ભાવ, વાચનાને
સ્ત્રી સહિત શસ્ત્રને પામેલા એવા બીજાઓના સુભગપણની બુદ્ધિથી (સારા દેવપણે) ધર્મ કેવી રીતે હોય ? જેની કુબુદ્ધિ અસ્ત થઈ છે. એટલે સારી બુદ્ધિવાળો શ્રાવક પણ એના વ્રતમાં અંશથી પણ હિતા માને નહિં.