________________
૧૧૦
આગમધરસૂરિ
જો અમારે અધિકાર ન હોય તો અમે પ્રતિમાજી અંદર લઈ જવા માંગતા નથી. “અમારો હક નથી એ તમે લેખિત આધાર બતાવશે તે અમે અમારે આગ્રહ પડતું મૂકીશું.
“અમારી પાસે લેખિત આધાર છે અને અમે તે બતાવવા તૈયાર છીએ આવું કહી લેખિત આધાર લેવાના બહાને ત્યાંથી નાગાસંપ્રદાયના આગેવાને બહાર ગયા. તેઓ લેખિત આધારના બદલે ગુંડાઓને ઉપાડી લાવ્યા. અચાનક ભયંકર આક્રમણ કરવામાં આવ્યું. અનેકને જન્મી બનાવ્યા વિવેકહીના નાગાઓએ તીર્થંકર પ્રતિમાની અને પૂ. સાધુ ભગવંતની પણ મર્યાદા ન જાળવી. નાગાઓની પાસે મર્યાદાની આશા રાખવી એ વેશ્યાઓ પાસે શિયળની આશા રાખવા જેવું છે.
પૂજ્ય આગમેદ્વારકશ્રીને પણ નિર્વિવેકીઓએ ન મૂક્યા એમને પણ જલદ મૂઢમાર મારવામાં આવ્યું. પૂજ્યશ્રીને બચાવવા જનારાઓમાંથી કેટલાકના માથા ભાંગ્યા. કેટલાકના હાથ તૂટ્યા. કેટલાક બેહોશ થઈ ઢળી પડ્યા. તીર્થભૂમિ ઉપર લાવારસ છવાઈ ગયે.
અહો! નિર્દયતા કે જેઓ બીજા પ્રાણીઓના માનમાં–પ્રમાણમાં યથાવત-થાર્થ બેધને–સ્વરૂપને જાણતા નથી. સર્વજ્ઞપણાથી શૂન્ય-રહિત ખરેખર આત્મબેધવગરના દયામૂલ ધર્મને ઘોષિત-જાહેર કરે છે.