________________
આગમધરસૂરિ
૧૦૦
દિગંબરનું દંગલ પાદવિહારી સંધને મન એ આનંદને દિવસ હતો. તીર્થપ્રવેશનું સામૈયું ચાલી રહ્યું હતું. પૂજય મુનીશ્વરશ્રી આગમ દ્વારકશ્રીજીને લેવા અને એમના દર્શને આવેલા અનેક આગંતુ સામૈયામાં જોડાયા છે.
સંઘની સાથે એક કલામય રથાકાર જિનમંદિર છે. વચ્ચે આવતા સ્થળોએ ભાવિક આત્માઓને ભગવંતના દર્શન વિરહ ન સહન કરવો પડે અને ભગવંતની ભક્તિ થાય માટે મંદિર-જંગમમંદિર રાખવામાં આવ્યું હતુ. તે પણ સુપુષ્ટ ધવલવૃષભની જોડી દ્વારા સામૈયામાં સાથે ચાલી રહ્યું છે.
સામૈયું જિનમંદિરના પટાંગણમાં આવ્યું, જંગમ કાષ્ટમંદિરના ભગવંતને પૂજનવિધિ માટે જિનમંદિરમાં લઈ જવાતા હતા. ત્યારે નાગાબાવાઓની જમાતના લઘુબંધુ સમાં દિગંબર સંપ્રદાયના વસ્ત્રધારી શ્રાવકોએ વિરોધ કર્યો. તમને
આ પ્રતિમાજી મંદિરમાં, નહિ લઈ જવા દેવામાં આવે. - પૂજય આગમ દ્વારકશ્રીજીએ જણાવ્યું -આ અમારું મંદિર છે તેથી અમે ભગવાન અંદર લઈ જવા હકદાર છીએ,
બધા પ્રવાદીઓ-ધર્મકથક વડે દરેક ધર્મો યથાતા-ઇચ્છા મુજબ મનાએલા છે. પરંતુ જેઓ જીવને જાણતા જ નથી તેઓ આબાધકારિ--નિરાબાધ દયાધર્મને કેવી રીતે કહે ? અર્થાત્ ન કહે.