________________
૧૦૮
આગમસૂરિ
કયાં જતાં હતા? આ બધા મેક્ષનગર જવા ઉપડેલા સાર્થના માનવી હતા, તીર્થધામ અંતરીક્ષજી જતા હતા. જયાં પુરૂષાદાનીય પાર્શ્વનાથ ભગવંતની અર્ધપદ્માસન યુક્ત ઘનશ્યામ મૂર્તિ બીરાજમાન હતી.
ઈતિહાસ કહે છે કે શ્રી રાવણ મહારાજાએ આ પ્રતિમા ભરાવી હતી. એક ઘોડેસ્વાર નીચેથી પસાર થાય તેટલી જમીનથી અદ્ધર હતી. ચારે તરફ આલંબનને અભાવ હ. પણ પતિતકાળના પ્રતાપે અત્યારે એક ખુણે જમીનને અડી ગયેલ છે. હા એક પુણા સિવાય બધી બાજુથી એક અંગલસણ જાય તેટલી જગ્યા બાકી છે. બીજા ૨૫-૫૦ વર્ષે તે એટલું પણ નામશેષ રહેશે કે કેમ એ શંકાસ્પદ છે. -
આ તીર્થની યાત્રાએ આવતે પાદવિહારી સંધ તીર્થની તળેટીએ આવી પહોંચ્યા. સંધ પહોંચે એ અગાઉ કળીકાળે એક ભયંકર ઉપસર્ગને ત્યાં મોકલી આપે હતો. સંઘને કલ્પના ન હતી કે શાંતિના ધામસમા તીર્થ ધામમાં દુષ્ટ દ્વારા અશાંતિના અંગારા પ્રજવલિત થશે
હે જિન! તમારી આજ્ઞાના પાલનથી જે મને ફળ ન થયું તે પરતીથીઓના આશ્રયથી શું થશે ? જે કલ્પવૃક્ષથી જેની ઈચ્છા પરિપૂર્ણ ન થઈ તે શું બીજા વૃક્ષથી થશે? અર્થાત્ ન થાય.