________________
૧૦૦
આગમધરસૂરિ
સ્વાગત યાત્રાની વાત ન પૂછે, વસંત આવે ત્યારે વનનિકુંજ એનું નવપલ્લે, નવકુસુમ અને કેયલ કંઠના મધરસ્વરે સ્વાગત કરે છે. તેમ આ સંત પધારતા મોહમયીના માનેએ ભાવભીને સત્કાર કર્યો.
લાલબાગ લાલબાગને વિશાળ ઉપાશ્રય હતે. એમાં આગમન દ્વારકની અમેઘદેશના હતી. ઉપાશ્રયના ખંડેખંડ અખંડ માનવ-મેદનીથી ઉભરાવા લાગ્યા. શાંતિ અને સ્વસ્થતા આદરણીય, વિદ્વાને અને શ્રદ્ધાળુઓ આવે નાના આવે મોટા આવે, સૌ સાંભળે, હૈયા ભરી ભરી લેવાય તેટલું લેતા જાય, પીવાય તેટલું પીતા જાય પુનઃ બીજા દિવસે દેડતા આવે, આમંત્રણ કે નિમંત્રણની કઈ રાહ ન જોતું, જગ્યા બેસવા મળે તે પિતાનું અહેભાગ્ય માને આગમ દ્વારકથા અહીં અધુરા છતાં મધુરા નામે પ્રસિદ્ધ થય, સૌ “સાગરજી મહારાજ કહેવા લાગ્યા. આ ટૂંકા હુલામણા નામે મુંબઈની જનતા ઉપર અનેરૂં વશીકરણ કર્યું. “સાગરજી સાગરજી બેલતાં લેકસમૂહ આનંદતૂર બની જતો.
હે જગતના અધીશ!–માલીક !—જ્યારે સર્વે દાસ-સેવકે મહાનઅત્યંત પીડાથી પીડાઈ રહેલા હોય ત્યારે સમર્થ સેવકેની પીડા દૂર કરી શકે તેવા તમારા જેવા સ્વામી હોતે તે આશ્ચર્ય છે કે તમે તે દિવ્યશાશ્વત સુખ સમુદ્રમાં મગ્ન થઈને આત્મસ્વરૂપવાળાં હંમેશાં રહે છે.