________________
આગમધરસૂરિ છપાવવામાં અનેક સમસ્યાઓ ઉભી થાય છે. અને નહિ છપાવવામાં અનેક હાનિરથાને ઉભરાય છે. એ જગગુરૂ ! જગનાથ ! શું કરું શું ના કરું ? - અનિવાર્ય સંગ અને આપદ્દધર્મ માની હે ભગવન! તારા મુખથી પ્રગટેલા અણમોલ વચનેના સંગ્રહરૂપ આગમને મુદ્રણ કરાવવામાં જે અપરાધ થાય તે ક્ષમા કરજે,
હું મારા ખાતર કાંઈ નથી કરવાનો પણ ભાવમાં વ્યાપ્ત બનનારા અંધકારને આવતે અટકાવવા આ કાર્ય કરવા તત્પર બન્યો છું, એમાં જે ભૂલ થાય તેની ક્ષમા કરજે.
આગમ- દ્ધારની વાત અનેખી ભાતભરી સુરતની ચયપરિપાટી ચાલુ હતી. આગમના મુદ્રણના વિચારોને આકાર આપવા એક મંગળમય દિવસે પ્રવચનના મધ્યભાગે વાત ઉચ્ચારી.
હે પુણ્યવાને! આપણે સૌ વીતરાગ પરમાત્માના દર્શને નિકળ્યા છીએ, કારણકે આપણને સૌને સંસાર તરવાની ઇચ્છા છે. સંસાર તરવાના બે સાધને ઘણાજ સહિસલામત મનાય છે. તેમાંનું તો એક આપણે હાલમાં રોજ અમલમાં લાવી રહ્યા છીએ, તે છે ચૈત્યપરિપાટી
જો કે જે થવાનું નથી તે થતું નથી. અને જે થવાનું છે તેને અન્યથા ન થાય તેમ કઈ કરી શકતું નથી. હે આત્મન ! આ વિચાર કરીને તું પિતાના સ્વરૂપમાં સ્થિર થા.