________________
આગમધરસૂરિ
૮૯ મુનીશ્વરની મનભાવના ઓ મારા નાથ ! આ તારી વાણીને કેમ બચાવું ? જો એ નહિ હેય તે જગતનું કલ્યાણ કોણ કરશે? આ કળીકાળમાં મહાદિ વિષધરનું ઝેર કેણ દૂર કરશે ?
શું આ આગમનું મુદ્રણ કરાવું ? એમાં પણ દોષ લાગશે ને? છાપકામમાં પ્રફે પસ્તીમાં જો. આગમ પૈસાદ્વારા ખરીદાશે, અમૂલ્ય વાણુનું બજારમાં મૂલ્ય અંકાશે, અયોગ્ય આત્માઓના હાથમાં જતાં અનર્થનું કારણ બનશે, એ પામર આત્માએ રક્ષણહાર સાધનને ભક્ષણહાર બનાવશે, અમૃત એમને ઝેર બનશે, આગમ પ્રતિ શ્રદ્ધા, ભાવ, પૂરતા છે એમાં ઘટાડો થશે.
જે આગમગ્રંથને મુદ્રિત કરાવવામાં નથી આવતા, તે રહ્યું સહ્યું ભવ્યાત્માઓનું તરવાનું સાધન વિલુપ્ત થશે લેખન કાર્ય દુષ્કર બનતું જાય છે. લેખનકારે ઘટતા જાય છે. જે છે તે પણ પ્રમાદી અને અનભાસી છે. મુદ્રણપદ્ધતિ સામે લેખનપદ્ધતિ આર્થિક રીતે કે બીજી રીતે પણ ટક્કર ઝીલી શકે તેમ નથી.
તમારા અભિષેકમાં જલસમૂહને નમાવતા-જલાભિષેક કરતાં ઇદનું મન કેમ સંશયવાળું થયું ? જે પહેલાં આજ ગિરિ-મેરગિરિ પર નમિ આદિ તીર્થકરેને ભાવયુક્ત અભિષેક કર્યો છે. ત્યારે કેમ આ સંશય ન થયે?