________________
આગમધરસૂરિ
આવી વિષમ પરિસ્થિતિમાં પવિત્ર આગમ ગ્રંથોનું શું ? એ વિચાર આ મુનીશ્વરને અત્યંત બેચેન બનાવી મૂકો. આગમ ગ્રંથની આવી સ્થિતિએ મુનીશ્વરની નિંદા હરામ કરી મૂકી. બાહ્યદૃષ્ટિએ હસમુખા, શાંત અને ઉત્સાહમૂર્તિ સમા એ દિવ્ય પુરૂષ અંતરથી એકાંતમાં ફફળી ઊઠતા. - ભદ્વારકા જિનવાણીના નક્કર નમુનાઓ સમાં આ પવિત્ર અગમે ઉપર દુષ્કાળે વિકરાળ પંજો પાથર્યો હતો. ત્યાર પછી શ્રી દેવધિગણી ક્ષમાશ્રમણ મહારાજે શ્રી શ્રમણ સંધ ભેગા કરી બધાને જે જે મુખે હતું. તે તે તાડપત્ર ઉપર લખાવી લીધું અને શ્રમણુસંધ–નાયકાએ પારસ્પરિક સ્મૃતિને મેળ કરી સંઘને શ્રોતવ્ય બનાવ્યા.
આચાર્યદેવશ્રી હેમચંદ્રાચાર્યે દરેક આગમ રાજેશ્વર શ્રી કુમારપાળ ભૂપાળના સુદ્રવ્યથી સુવર્ણાક્ષરે અને રૌખાક્ષરે લખાવ્યા. તેમજ રેશનાહીથી પણ લખાવ્યા, શ્રી વસ્તુપાલ તેજપાલ જેવા મહા મંત્રીઓએ પણ લખાવ્યા હતા.
હે પ્રભો ! તમે નીચકુલમાં રહે છતે પણ ઈદનું આસન કંપાયું. અપ્રામાનિ–ઉદયમાં નહિં આવેલું એવું તીર્થકર નામકર્મ પણ ફલ આપનારું છે. આ પ્રમાણે તમારે મત છે. નીચગોત્ર કર્મના ઉદય નીચકુલમાં જન્મ અને તીર્થકર નામકર્મ ઉદયમાં ન આવવા છતાં ઈદનું આસન ચલાયમાન થયું. અર્થાત ભગવાનના જન્મ સમયે આસન ચલાયમાન થાય છે.